Zomatoએ IIT દિલ્હી ખાતે રૂ. 1.6 કરોડની પ્લેસમેન્ટ ઓફર પાછી ખેંચી લીધી, પોસ્ટ થઈ વાયરલ

ઝોમેટોએ અલ્ગોરિધમ એન્જિનિયરની પોસ્ટ માટે રૂ. 1.6 કરોડનું પેકેજ ઓફર કર્યું હતું

Courtesy: Image: Twitter

Share:

 

Zomato: ઝોમેટો ડિજિટલ ક્ષેત્રે અને તેના માર્કેટિંગ માટે પ્રખ્યાત છે. ત્યારે IIT દિલ્હીના રિસર્ચ ટ્રેઈની દ્વારા દાવો કર્યા મુજબ, ઝોમેટો (Zomato)એ કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન રૂ. 1.6 કરોડની આશ્ચર્યજનક ઓફર કરી હતી. પરંતુ બાદમાં પાછી ખેંચી લીધી હતી. IIT દિલ્હીના રિસર્ચ ઈન્ટર્ન રિતિક તલવારે 'X' પર પોસ્ટ શેર કરી હતી.

 

IITમાં પ્લેસમેન્ટ ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. પ્લેસમેન્ટ ડ્રાઈવ શરૂ થાય તે પહેલા જ ઝોમેટો (Zomato) કંપનીએ પહોંચીને કેટલાક લોકોને તેમાં જોડાવા માટે નોકરીની ઓફર પણ કરી હતી. રિતિક તલવાર પણ તેમાંનો એક હતો. તેને કંપની તરફથી અલ્ગોરિધમ એન્જિનિયર તરીકે કામ કરવાની ઓફર મળી હતી.

 

રિતિક તલવારે સોશિયલ મીડિયા પર નોટિફિકેશનનો ફોટો શેર કર્યો છે જેમાં તેમને તેમની અરજી પાછી ખેંચી લેવા માટે મેસેજ કરવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ, આ મેસેજ ઘણા વિદ્યાર્થીઓ માટે ઝોમેટો (Zomato) તરફથી આવ્યો હોવો જોઈએ. વિગતવાર કારણનો ઉલ્લેખ કર્યા વિના ઝોમેટોએ લખ્યું છે કે કંપનીએ ઘણી મુશ્કેલીઓને કારણે જોબ ઑફર્સ પાછી ખેંચી લીધી છે.

 

રિતિક તલવાર દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ઘણા યુઝર્સે પગાર પેકેજ વિશે આશંકા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે શું તે 1.6 કરોડ રૂપિયા નહીં પરંતુ 1.6 લાખ રૂપિયા છે. જોકે, રિતિક તલવારે સ્પષ્ટતા કરી હતી કે ના, તે 1.6 કરોડ રૂપિયા છે. એક યુઝરે લખ્યું હતું કે આ કંપની દ્વારા માર્કેટિંગની આ એક રીત છે. ઝોમેટો (Zomato) જેવી કંપની ફ્રેશરને રૂ.1.6 કરોડનું પેકેજ આપી શકે નહીં. 

 

ગૂગલ જેવી મોટી કંપની પર ઓફર રદ્દ કરી ચૂકી છે

નોંધનીય છે કે ઝોમેટો (Zomato) એકમાત્ર એવી કંપની નથી જેણે આવું કંઈક કર્યું છે. ગૂગલ અને મેટા જેવા મોટા ટેક જાયન્ટ્સે આ વર્ષની શરૂઆતમાં આવું જ કર્યું હતું. એક ગૂગલ એન્જિનિયર એમેઝોનમાં જોડાવા માટે સુંદર પિચાઈની આગેવાની હેઠળની કંપનીમાં સુરક્ષિત નોકરી છોડીને ગયો. ઈ-કોમર્સ જાયન્ટમાં જોડાવાના ત્રણ દિવસ પહેલા જ તેની નોકરીની ઓફર રદ કરવામાં આવી હતી.   

 

નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં જંગી ખોટમાંથી નફામાં પરત ફરેલી કંપનીએ આ વખતે વધુ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે કંપનીએ નાણાકીય વર્ષ 2023ના બીજા ક્વાર્ટરમાં રૂ. 251 કરોડની ખોટ નોંધાવી હતી, ત્યારે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 36 કરોડનો નફો નોંધાવ્યો હતો. ઝોમેટો (Zomato)ના સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે તમામ વ્યવસાયોમાં સારી વૃદ્ધિને કારણે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરની ગતિ બીજા ક્વાર્ટરમાં પણ ચાલુ રહી છે.