બીજી પત્નીને પણ મેઈન્ટેનન્સ આપવા મનાઈ ના કરી શકાય

બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં ચૂકાદો આપતાં જણાવ્યું કે પ્રથમ પત્ની સાથે કાયદેસર રીતે જોડાયેલા હોવા છતાં બીજી પત્ની કરનાર વ્યકિત્ બીજી પત્નીને મેઈટેનન્સ આપવા માટે મનાઈ ના કરી શકે

Courtesy: Mumbai High Court website

Share:

હાઈલાઇટ્સ

  • 1989ના એક કેસમાં એક પુરુષે અન્ય સ્ત્રી સાથે પત્ની પુ્ત્ર નહી આપી શકતી હોવાનું કહી સંબંધો બાંધ્યા અને પછી તેને મેઈન્ટેનન્સ આપવા માટે મનાઈ કરી

મુંબઈ
એક પત્ની હોવા છતાં 1989માં બીજા લગ્ન કરનાર વ્યક્તિના કેસમા કોર્ટે એવું કહ્યું કે પોતે કરેલા ખોટા કામનો લાભ લેતાં બીજી સ્ત્રીને મેઈન્ટેનન્શ આપવા માટે ઈન્કાર કરી શકાય નહીં. તે પણ પત્ની જ છે. હાલમાં આ કેસમાં બીજા પત્ની તે એક 55 વર્ષના મહિલા છે અને તેમણે કોર્ટમાં એવું સોગનનામુ જાહેર કર્યું હતુ કે પહેલી પત્ની બાળક નહીં આપી શકતી હોવાના કારણે તેણે તેને છુટા છેડા આપી દીધા હોવાનું મને જણાવવામાં આવ્યું હતુ. મુંબઈ હાઈકોર્ટે મહિલાને માસિક મેઈન્ટેનન્સઆપવા માટે પતિને આદેશ કરતાં  નીચલી અદાલતના ચૂકાદાને માન્ય કર્યો એટલું જ નહીં પીડિતાને મેઈન્ટેનન્શની રકમ વધારવા માટે પણ અરજી કરવા જણાવ્યું. અત્યારે આ મહિલાને રૂ.2500 માસીક મેઈન્ટેનન્સપેટે મળે છે.

કોર્ટે કહ્યું કે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 125 જે મહિલાઓ અને વારસદારો પોતાનું પુરુ નથી કરી શકતાં તમને રક્ષણ પુરુ પાડે છે.

જાન્યુઆરી 2015માં નાસિકના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે મહિલાના અરજીને પગલે તેને મહિને ઉપરોક્ત પૈસા ચૂકવવા માટે આદેસ કર્યો હતો. જેનો તે પુરુષે વિરોધ કરતાં એવું કહ્યું હતુ કે તેણે ક્યારેય એ મહિલા સાથે લગ્ન કર્યા નહોતા.

જોકે ત્યાર બાદ બંને પત્ની સાથે રહેલા લાગી અને બંને બાળકો થયા જેથી જ બહાના હેઠળ પુરુષે પ્રથમ પત્નીને છોડી હતી તે ખોટું હતું તે સાબિત થઈ ગયું અનેકોર્ટે તેની ગંભીર નોંધ લીધી.

ત્યાર બાદ અલગ અલગ કોર્ટમાં મહિલાને નિરાશા મળતાં અંતે તેણે હાઈકોર્ટનો સહારો લીધો હતો જેમાં તેને પત્ની તરીકેનો દરજ્જો અને માસિક મેઈન્ટેનન્સની રમકમાં વધારો પણ મળ્યો હતો.