"મારી કમર કડક છે અને હું કેટલો લાંબો છું."

ઉપ-રાષ્ટ્રપતિએ આ ઘટનાને શરમજનક અને અસ્વીકાર્ય ગણાવ્યું

Courtesy: wionews.com

Share:

હાઈલાઇટ્સ

  • સસ્પેન્ડ કરાયેલા સાંસદો સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરતાં રાષ્ટ્ર પતિની નકલ ઉતારવા લાગ્યા

સંસદ ભવનમાં ધુસણખોરો દ્વારા ભયજનક વાતાપરણ ઉભુ કરવામાં આવ્યાની ઘટના પર વિપક્ષે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર હોબાળા સાથે આગ્રહ કરતાં આશરે 141 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ તમામ સાંસદો સંસદ ભવનની બહાર વિરોધ કરતાં નજરે પડ્યાં હતા તે પૈકી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપ-રાષ્ટ્રપતિની મિમીક્રી કરતાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત અન્ય પક્ષના સાંસદો બેનર્જી દ્વારા કરવાં આવેલી મિમીક્રીનો વિડીયો ઉતાર્યો હતો જેને ઘનખરે શરમજનક અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. આ ઘટના વખતે અન્ય સાંસદો કલ્યાણને જોઈને ખડખડાટ હસતાં નજરે પડે છે.

રાજ્ય સભાના ચેરપર્સન અને ઉપ-રાષ્ટ્રપતિએ મંગળવારે વધુ 47 સાંસદોને સસ્પેન્ડ કરતાં આજે ભારે હોબાળો થયો હતો. કલ્યાણ પણ સસ્પેન્ડ કરાયેલા સાંસદો પૈકીના એક છે. મિમીક્રીની ઘટના નવા સંસદભવનના મકર દ્વાર બહાર બની હતી.

વિડીયોમાં કલ્યાણ બનર્જી એવુ કહેતાં સંભળાય છે કે, મારી કમર કડક છે અને હું કેટલો લાંબો છું.