China: મહિલાની આંખોમાંથી ડૉક્ટરે 60 જીવતા કીડા કાઢ્યા, કેવી રીતે પહોંચ્યા?

China: ચીનના કુનમિંગમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા તેની આંખમાં 60 જીવતા કીડા લઈને ફરી રહી હતી. જ્યારે દુઃખાવો થયો અને હોસ્પિટલ પહોંચી તો ડૉક્ટર્સ પણ ચોંકી ગયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલાની આંખમાં એક વર્ષથી જીવતા કીડા હતા
  • દુઃખાવો અસહ્ય બનતા મહિલા ડૉક્ટર પાસે પહોંચી
  • ડૉક્ટર્સે સર્જરી કરી 60 જીવતા કીડા બહાર કાઢ્યા

કુનમિંગઃ ચીન હંમેશા કોઈને કોઈ કારણોસર સમગ્ર વિશ્વમાં ચર્ચાતુ રહે છે. ત્યારે ફરી એકવાર ચીનની એક મહિલા ચર્ચામાં આવી છે. કારણ પણ વિચિત્ર છે. તમે કાન, નાક, પેટ વગેરેમાંથી કીડા નીકળ્યા હોય એ વાત સાંભળી હશે. પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે, આંખમાંથી જીવતા કીડા કાઢવામાં આવ્યા હોય. ચીનમાં રહેતી એક મહિલાને આંખોમાં દુઃખાવો થયો તે હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યારે ડૉક્ટર્સે તેની આંખોની તપાસ કરી તો તેઓ પણ ચોંકી ગયા હતા. 

60 જીવતા કીડા કાઢ્યા 
ચીનમાં રહેતી આ મહિલાને આંખોમાં દુઃખાવો થઈ રહ્યો હતો. તેને એમ હતું કે, થાકના કારણે થતું હશે. એટલે તેણે આ વાતને ઈગ્નોર કરી હતી. પણ જ્યારે આંખોમાં પીડા અસહ્ય બની તો તે હોસ્પિટલમાં પહોંચી હતી. બાદમાં તબીબોએ તેની આંખોની તપાસ કરી તો ચોંકી ગયા હતા. ડોક્ટરોએ તેને સર્જરીની સલાહ આપી હતી. સર્જરી કરીને ડૉક્ટરોએ આંખોની પલકોમાંથી કીડાનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. 

1 વર્ષથી હતા આંખમાં
મહિલાની આંખમાં આ કીડાઓએ છેલ્લાં એક વર્ષથી પોતાનું ઘર બનાવ્યું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે, મહિલાની ડાબી આંખની નીચે કીડાઓ હતા. જ્યાં આખુ એક મોટુ ગુચ્છુ હતું. 

આંખમાં કેવી રીતે પહોંચ્યા કીડા?
મહિલાનું કહેવું છે કે, તેને સ્પોર્ટ્સ એક્ટિવિટી ખૂબ જ ગમે છે. ડોક્ટર્સનું માનવું છે કે, આઉટવર્ક દરમિયાન આ કીડા મહિલાની આંખોમાં ઘુસી ગયા હશે. મહિલાને એક વર્ષથી ત્યાં ખૂંચતું હતું, પણ તે ઈગ્નોર કરી રહી હતી. મહિલાને લાગે છે કે, તેને કદાચ કોઈ માખીએ ડંખ માર્યો હશે. જેના કારણે આ કીડા આંખોમાં પહોંચ્યા હશે.