ચપ્પલથી હાથીને ભગાડતા લોકોનો વિડીયો જોઈ તમે પણ કહેશો.. અસલી 'જાનવર' કોણ?

X પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં હાથી આક્રમક રીતે માણસોના જૂથ પર હુમલો કરતો જોવા મળે છે. પીછેહઠ કરવાને બદલે આ લોકો હાથમાં ચપ્પલ લઈને બદલો લેતા જોવા મળ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • લોકો હાથીને ચપ્પલ વડે ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા
  • IFS અધિકારીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે વિડીયો

ઇન્ટરનેટ પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે પ્રેમ દર્શાવતી ક્લિપ્સથી ભરેલું હોઈ શકે છે, પરંતુ તેની એક દુ:ખદ બાજુ પણ છે. તાજેતરમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારી પરવીન કાસવાન દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં હૃદયદ્રાવક દ્રશ્ય કેદ થયું, જેમાં એક વિશાળ હાથી લોકોના એક ગ્રુપ તરફ આગળ વધે છે. આસામમાં કેપ્ચર કરાયેલા ફૂટેજમાં હાથી પ્રત્યે લોકોનું એવું વર્તન જોવા મળ્યું જે માનવ-વન્યજીવની ક્રિયા-પ્રતિક્રિયા અંગે ચિંતા ઉભી કરે છે.

X પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડીયોમાં હાથી માણસોના જૂથ પર આક્રમક રીતે હુમલો કરતો જોવા મળે છે. પીછેહઠ કરવાને બદલે આ લોકો હાથમાં ચપ્પલ લઈને બદલો લેતા જોવા મળ્યા હતા. કાસવાન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો સાથેનું કેપ્શન દર્શકોને આ દૃશ્યમાં વાસ્તવિક પ્રાણી કોણ છે તે વિશે વિચારવા મજબૂર કરે છે.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે અને ઘણા લોકોના આ કૃત્ય સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોએ જંગલી હાથીને ઉશ્કેરવામાં સામેલ જોખમો દર્શાવ્યા છે અને સાથે જ મનુષ્ય અને પ્રાણીઓ બંનેને સંભવિત નુકસાન પર ભાર મૂક્યો છે.

આ વિડીયો જંગલી પ્રાણીઓની આસપાસ જવાબદાર વર્તનની જરૂરિયાતની યાદ અપાવે છે. તાજેતરમાં, લોકોથી ભરેલા કેટલાક પ્રવાસી વાહનોનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સફારી દરમિયાન કાર વાઘને ઘેરીને રાઉન્ડ કરતી જોવા મળી હતી.