આ રેસ્ટોરાંમાં લોકો જમતા પહેલા વેઈટર્સના હાથે થપ્પડ ખાય છે, બિલ પણ ચૂકવે છે કસ્ટમર્સ

માત્ર 300 JPY (રૂ. 170) માટે કિમોનો પહેરેલી વેઇટ્રેસ ગ્રાહકના ચહેરા પર લાફાવાળી કરે છે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

Share:

હાઈલાઇટ્સ

  • આ રેસ્ટોરન્ટમાં લોકો થપ્પડ ખાવા આવે છે
  • વેઈટ્રેસ તેમને વારંવાર થપ્પડ મારતી રહે છે

દુનિયાભરની રેસ્ટોરાં ગ્રાહકોને આકર્ષવા માટે નવી થીમ પર પ્રયોગ કરી રહી છે ત્યારે જાપાનમાં એક રેસ્ટોરાંએ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક વિચિત્ર અને નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. નાગોયામાં શચિહોકો-યા નામની રેસ્ટોરાંમાં લોકો ભોજન પીરસવામાં આવે તે પહેલાં ખુશીથી તેમના ચહેરા પર થપ્પડ ખાય છે. માત્ર 300 JPY (રૂ. 170) માં કિમોનો પહેરેલી વેઇટ્રેસ ગ્રાહકના ચહેરા પર વારંવાર થપ્પડ મારે છે. જો ગ્રાહકો કોઈ ચોક્કસ વેઈટ્રેસ દ્વારા પોતાને થપ્પડ મારવાની વિનંતી કરે છે, તો 500 યેન (રૂ. 283)નું બિલ ચૂકવવું પડે છે. આ સેવા જાપાની પુરુષો અને સ્ત્રીઓ તેમજ વિદેશી પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

X પર શેર કરતા Bangkok Ladએ પ્રખ્યાત રેસ્ટોરન્ટનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, આ નાગોયાની શચિહોકોયા, એક રેસ્ટોરન્ટ છે જ્યાં તમે 300 યેનમાં 'નાગોયા લેડીઝ સ્લેપ' નામની મેનુ આઇટમ ખરીદી શકો છો. આ વીડિયો પર લોકોએ ફની રિએક્શન આપતા અનેક કોમેન્ટ્સ કરી છે.

મહિલા સ્ટાફ તેમને જેટલા સખત થપ્પડ મારે છે તેટલા ગ્રાહકો ખુશ થાય છે. ગ્રાહક જરાય ગુસ્સે થતા નથી અને હકીકતમાં તેઓ માર ખાધા પછી સારો અનુભવ કરે છે. તેઓ સ્ટાફ મેમ્બરનો પણ આભાર માને છે જેણે તેમને થપ્પડ મારી છે તેવું યુઝર્સે વીડિયો કેપ્શનમાં લખ્યું હતું.

આ અજીબોગરીબ સર્વિસ 2012માં શરૂ કરવામાં આવી હતી અને અનુભવને અજમાવવા આતુર ગ્રાહકોની વધતી સંખ્યાને આકર્ષિત કરી છે. શરૂઆતમાં થપ્પડ મહિલા સ્ટાફ મેમ્બર દ્વારા જ મારવામાં આવી હતી. જેમ જેમ માંગમાં વધારો થયો તેમ, મેનેજમેન્ટે કેટલીક સ્પૅન્કિંગ કરવા માટે ઇચ્છુક ઘણી છોકરીઓને નોકરીએ રાખી હતી. સર્વિસના કેટલાક વીડિયો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટે હવે તેની ફેસ-સ્મેકીંગ સર્વિસ બંધ કરી દીધી છે. સાથે એક પોસ્ટમાં રેસ્ટોરાંએ ગ્રાહકોને એવો આગ્રહ કર્યો કે થપ્પડ ખાવાની અપેક્ષા ન રાખવી.