Anushka Sharma: અનુષ્કા અને વિરાટના ઘરે ફરી ગુંજશે કિલકારી! વાયરલ વીડિયોમાં એક્ટ્રેસનો બેબી બમ્પ જોવા મળ્યો

11 ડિસેમ્બર 2017ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થયા હતા

Courtesy: Image: Twitter

Share:

 

Anushka Sharma: બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ઘરે બીજીવાર કિલકારી ગુંજવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચારો સામે આવી રહ્યા હતા અને હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બેંગલુરુની એક હોટલનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં અનુષ્કા અને વિરાટ કોહલી એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અનુશા શર્માનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. 

 

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ છે, જેમાં બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં પણ અનુષ્કાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ આ વીડિયો દ્વારા પુષ્ટિ થતી જોવા મળી રહી છે.

 

Anushka Sharma બીજી વખત માતા બનશે 

આ વીડિયો જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે અનુષ્કા શર્મા (Anushka Sharma) બીજી વખત માતા બનવા જઈ રહી છે. આઉટફિટની વાત કરીએ તો અનુષ્કા શર્માએ બ્લેક કલરનો શોર્ટ લૂઝ ડ્રેસ પહેર્યો હતો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકો આનંદથી ઉછળી પડયાં હતા. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે આ કન્ફર્મ ન્યૂઝ છે. અન્ય એક યુઝરે લખ્યું કે હવે અનુષ્કા શર્મા ચોક્કસપણે પ્રેગ્નન્ટ છે. કેટલાક ચાહકોએ કપલને અભિનંદન પણ પાઠવ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા (Anushka Sharma) ઘણી વખત બેબી બમ્પ સાથે જોવા મળી હતી. અભિનેત્રી જ્યારે ભારતીય ટીમને સપોર્ટ કરતી જોવા મળી ત્યારે પણ તેણે લૂઝ ડ્રેસ પહેર્યો હતો. જેના કારણે ચર્ચા શરૂ થઈ હતી કે, અનુષ્કા શર્મા ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. જોકે, અભિનેત્રી તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

 

11 ડિસેમ્બર, 2017ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન ઈટાલીમાં થયા હતા. તેમણે નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે લગ્ન કર્યા હતા. આ કપલનાં લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 11 જાન્યુઆરી, 2021ના ​​રોજ અનુષ્કા શર્માએ પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો અને હવે અભિનેત્રી બીજી વખત ગર્ભવતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા તેમની દીકરી વામિકાની પ્રાઈવસીને લઈને ખૂબ જ સાવધ છે અને તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં નથી.