ફેનની બર્થડે પાર્ટીમાં પહોંચીને Dhoniએ આપ્યુ સરપ્રાઈઝ, ઈમોશનલ કરી દેશે Video

MS Dhoni Attend fan's Birthday Party: એમએસ ધોની માટે આ ફેન ખાસ છે, એટલે તો ધોની ખુદ તેના ઘરે પહોંચ્યો હતો અને સરપ્રાઈઝ આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર પણ કરવામાં આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ધોની ફેનની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો, આપી સરપ્રાઈઝ
  • ફેન અને ધોનીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • અચાનક ધોનીની એન્ટ્રી થતા ફેન્સ ચોંકી ગયા હતા

Dhoni Attend fan's Birthday Party:  ક્રિકેટમાં સૌથી મોટો આઈકોન અને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન કૂલ ધોની ખૂબ જ કૂલ છે. તે હંમેશા પોતાના ફેન્સને ખુશ કરવા માટે તકની રાહ જોતો હોય છે. ધોનીનું ફેન ફોલોઈંગ પણ ખૂબ જ લાંબુ લચક છે. ત્યારે ઘોની તેના એક ફેનના ઘરે પહોંચી ગયો હતો અને સરપ્રાઈઝ આપી હતી. ફેનની બર્થડે પાર્ટીમાં અચાનક ધોની પહોંચતા લોકો પણ ચોંકી ગયા હતા. લોકોએ ધોનીના નામની બૂમાબૂમ કરી નાખી હતી. આ ફેન પોતાની જાતને ધોનીનો સૌથી મોટો પ્રસંશક માને છે. 

શું છે વાયરલ વીડિયોમાં?


વાયરલ થયેલાં વીડિયોમાં દેખાય છે કે, ધોની એક બર્થડે પાર્ટીમાં હાજર છે. આ પાર્ટી તેના ફેનની છે. જેની બર્થડે છે એ યુવક ખુશ જોવા મળી રહ્યો છે. તે કેક કાપે છે અને પછી બધાને વારાફરતી ખવડાવે છે. ખાસ વાત તો એ છે કે, પોતાની બર્થડે પર ધોની હાજર રહ્યો એનાથી કોઈ મોટી ભેટ તેના માટે બની શકે નહીં. 

ફેન્સની કોમેન્ટ્સ શરુ 
જ્યારે આ ફેન અને ધોનીનો વીડિયો અન્ય ફેન્સે જોયો તો તેઓ પણ ખુશ થઈ ગયા હતા. અન્ય ફેન્સ પણ ધોની અને બર્થડે બોયના વીડિયો નીચે કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, ખૂબ જ ભાગ્યશાળી કહેવાય. તો અન્ય એક યુઝરે કહ્યું કે, દિવસ સુધરી ગયા. જો કે, આ રીતે અનેક ફેન્સ પોત પોતાની કોમેન્ટ આપી રહ્યાં છે.