રેલવે સ્ટેશન પર ડાન્સ કરનારી યુવતી ભરાઈ, RPFએ માફી માગતો વીડિયો કરાવ્યો શેર

સીમા કન્નોજિયા નામની એક યુવતીએ સીએસએમટી સ્ટેશન પર ડાન્સ કર્યો હતો. જે બાદ આરપીએફ પોલીસે પણ તેને પાઠ ભણાવ્યો હતો. પોલીસે તેનો વીડિયો શેર કરાવીને માફી મંગાવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • એક યુવતીને સ્ટેશન પર ડાન્સ કરવો ભારે પડ્યો
  • આરપીએફ પોલીસે માફી મગાવતો વીડિયો બનાવ્યો
  • યુવતીએ સ્ટેશન પર ડાન્સનો વીડિયો વાયરલ કર્યો હતો

રિલ્સના આ જમાનામાં કેટલાંક લોકો એવા છે કે જેઓ થોડી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે કંઈ પણ કરી છૂટે છે. સોશિયલ મીડિયા પર પણ આવા કેટલાંક વીડિયો સામે આવી ચૂક્યા છે કે જેમાં કેટલાંક લોકો મેટ્રો, બસ, ટ્રેન, જાહેર જગ્યાઓએ અજીબોગરીબ ડાન્સ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. થોડા સમય પહેલાં આવો જ એક વીડિયો સામે આવ્યો હતો કે, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર એક યુવતી ઉભી રહેલી ટ્રેનમાંથી નીચે ઉતરે છે અને પછી અજીબોગરીબ ડાન્સ કરવા લાગે છે. ત્યારે આવી જ રીતે સ્ટેશન પર વીડિયો બનાવી ડાન્સ કરતી યુવતી સામે આરપીએફ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આરપીએફ પોલીસે યુવતીનો માફી મગાવતો વીડિયો બનાવીને તેના જ એકાઉન્ટ પર શેર કરાવ્યો હતો. 

સ્ટેશન પર ડાન્સની સજા 
બનાવની વિગતો એવી છે કે, સીમા કન્નોજિયા નામની એક યુવતીએ સીએસએમટી સ્ટેશન પર ડાન્સ કર્યો હતો. હવે તેને આ ડાન્સ કરવાનું ભારે પડી ગયું છે. હવે તે લોકો પાસે માફી માગતી નજરે પડી રહી છે. આરપીએફ પોલીસ યુવતી પાસે માફી મગાવતા હોય એ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સીમા લોકોને કહી રહી છે કે, રેલવે સ્ટેશન પર રિલ્સ ન બનાવો, આ એક ગુનો છે. 

આ સોંગ પર કર્યો હતો ડાન્સ 


જો કે, આ સીમાનો કોઈ પહેલો વીડિયો નથી કે જેમાં તે ડાન્સ કરતી નજરે પડી હોય. અગાઉ તેણે આવા અનેક વીડિયો બનાવ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સીમાએ પ્લેટફોર્મ પર મેરા દિલ તેરા દિવાના...સોંગ પર અજીબોગરીબ ડાન્સ કર્યો હતો. વીડિયોને જેટલો સારી રીતે વખાણવામાં આવ્યો એ જ રીતે લોકોએ રિલ્સ પર કેટલીક ખરાબ કોમેન્ટ્સ પણ કરી છે.