'મોદીજીનો ફેન છું, BJPનો નહીં...', કાશ્મીર લાલચોક ખાતે કવિએ PM મોદીના કટઆઉટને ચુંબન કર્યું

એક સ્થાનિક કવિ, જમાલ અલી કરબલાઈ ઉર્ફે જમાલ બડગામીએ, પીએમ મોદીના લાઈફ-સાઈઝ કટઆઉટ પર વ્હાલ કર્યું અને તેને શ્રીનગર શહેરમાં પરંપરાગત કાશ્મીરી ફેરાનથી શણગાર્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • કાશ્મીરના મુસ્લિમ કવિએ કહ્યું, PMએ ક્રાંતિકારી પગલાં લીધા છે
  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયલ થયા બાદ થઈ રહી છે પ્રશંસા

ફેરાન દિવસના અવસર પર, કાશ્મીરના ઐતિહાસિક ક્લોક ટાવરની સામે એક તસવીર જોવા મળી, જે ત્યાં હાજર દરેકના દિલને સ્પર્શી ગઈ. એક કાશ્મીરી વ્યક્તિ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પાસે પહોંચી ગયો. આ પછી તેણે પીએમ મોદીની પ્રતિમાને વ્હાર કરવાનું શરૂ કર્યું. તેણે પ્રતિમાના માથામાં હાથ પણ ફેર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

વ્યક્તિએ કહ્યું, "મેં કાશ્મીરમાં જે પરિવર્તનો જોયા છે તે સપનાથી ઓછા નથી. આતંકવાદનો ડર હવે માત્ર યાદોમાં જ રહી ગયો છે. વિકાસની ગંગા વહી રહી છે અને લોકો ખુશીનો શ્વાસ લઈ રહ્યા છે. આ બધું માત્ર અને માત્ર મોદીજીના નેતૃત્વ અને કાશ્મીર પ્રત્યેના તેમના પ્રેમનું પરિણામ. મારું આ વ્હાલ એ કૃતજ્ઞતાનું પ્રતીક છે."

થોડીવાર માટે ક્લોક ટાવર પાસેનું વાતાવરણ દેશભક્તિથી ભરાઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે અને મોદી સરકારના કામના વખાણ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફેરાન દિવસ, જેને આંતરરાષ્ટ્રીય ફેરાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 21 ડિસેમ્બરે કાશ્મીરમાં ઉજવવામાં આવે છે.

જમાલ અલી કરબલાઈ, ઉર્ફે જમાલ બડગામી, ઉર્ફે જમાલ કાશ્મીરી- નજીકના બડગામ જિલ્લાના સ્થાનિક કવિ- તરીકે ઓળળાતા આ વ્યક્તિને વડા પ્રધાનના કટઆઉટને ફેરાન વડે પહેરાવતા અને શહેરની વચ્ચે લાલચોક પાસે વ્હાલ કરતા જોઈ શકાય છે. પોતાને પીએમ મોદીના ચાહક ગણાવનારા જમાલે પણ જાહેરાત કરી હતી કે તેઓ વડાપ્રધાન માટે દિલ્હીમાં ફેરાન મોકલશે.

જમાલ કરબલાઈએ મીડિયાને જણાવ્યું કે, મારી પાસે એ કહેવા માટે શબ્દો નથી કે હું મોદીજી અને તેમના પાત્રની કેટલી પ્રશંસા કરું છું. મને આજે મોદીજીને ફેરાન મોકલવામાં ગર્વની લાગણી થાય છે, તે પણ ઐતિહાસિક ઘંટા ઘરથી કે જ્યાં લોકો એકવાર મુલાકાત લેવાથી ડરતા હતા.

હું મોદીનો પ્રશંસક છું, પરંતુ ભાજપનો નહીં, કારણ કે તેમણે કેટલાક ક્રાંતિકારી પગલાં લીધા છે જે છેલ્લા 70 વર્ષથી કોઈએ લીધા ન હતા, એમ કલાપ્રેમી કવિએ પીએમ મોદી અને તેમના ક્રાંતિકારી કાર્યોના સન્માનમાં એક કવિતા સંભળાવતા કહ્યું. જણાવી દઈએ કે, ફેરાન દિવસે શ્રીનગર શહેરની મધ્યમાં લાલ ચોક ક્લોક ટાવર ખાતે પીએમ મોદીનું લાઈફ-સાઈઝ કટઆઉટ મૂકવામાં આવ્યું હતું.

આ દિવસની ઉજવણી કરવા માટે અહીંના લાલ ચોક શહેરના કેન્દ્રમાં ક્લોક ટાવર પાસે સંખ્યાબંધ યુવાનોએ ફેશન શોનું આયોજન કર્યું હતું, જેમાં ખીણના લોકો શિયાળા દરમિયાન પહેરવામાં આવતા પરંપરાગત વસ્ત્રોના વિવિધ સ્વરૂપો અને રંગો પ્રદર્શિત કરે છે.