મિની બસના બોનેટ પર વ્યક્તિને ઢસડતો રહ્યો ડ્રાઈવર, વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં એક વ્યક્તિ ચાલતી મિની બસના બોનેટ પર લટકતો જોવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે સુરક્ષિત છે અને કેસ નોંધવા માંગતો નથી.

Share:

હાઈલાઇટ્સ

  • ચોંકાવનારો વિડીયો દિલ્હીના કોટલા મુબારકપુરનો હોવાનું સામે આવ્યું
  • જો પીડિત ફરિયાદ કરશે તો જ બસ ડ્રાઈવર સામે ગુનો નોંધીશું: પોલીસ

દેશની રાજધાની દિલ્હીના કોટલા મુબારકપુર વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મીની વાનનો ચાલક એક વ્યક્તિને બોનેટ પર લાંબો સમય સુધી ખેંચતો રહ્યો હતો. આ કેસમાં કોઈનું મોત થયું નથી પરંતુ વિડીયો જે જોવા મળે છે તે ખૂબ જ ભયાનક છે. વિડીયો જોયા પછી તમે પણ મિની વાન ડ્રાઈવરની હરકત પર ગુસ્સે થઈ જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ સફેદ રંગની મીની વેનના બોનેટ પર લટકી રહ્યો છે. તે વ્યક્તિ ડ્રાઈવરને કાર રોકવા માટે કહી રહ્યો છે પરંતુ તે વાન રોકી રહ્યો નથી. આ ઘટના 17મી ડિસેમ્બરની રાત્રે બની હોવાનું કહેવાય છે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે તેમને પીસીઆર દ્વારા કોલ આવ્યો હતો. કોલ પર વ્યક્તિ પોતાનું લોકેશન લાજપત નગર જણાવતો હતો. તેણે જણાવ્યું કે લાજપત નગર પાસે એક મિની વાન ચાલકે તેને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો. આ પછી, તે મીની વાનના ડ્રાઇવરે તેને DND ફ્લાયઓવર સુધી બોનેટ પર ઢસડી ગયો હતો.

આ મામલે પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે પીસીઆર કોલ તે વિસ્તારમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ દિનેશને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યારે કોન્સ્ટેબલે તે વ્યક્તિને તેના મોબાઇલ પર ફોન કર્યો અને કેસ વિશે પૂછ્યું, ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે તે હાલમાં ઉત્તર પ્રદેશમાં છે અને ફરિયાદ કરવા દિલ્હી પાછો આવશે નહીં. જો પીડિત આ મામલે કોઈ ફરિયાદ નોંધાવશે તો પોલીસ આ મામલે તપાસ કરશે અને મિની વાન ચાલક સામે કાર્યવાહી કરશે.