Nana Patekarએ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેલ્ફી લેવા આવેલા યુવકને મારી થપ્પડ, વીડિયો થયો વાયરલ

નાના પાટેકર છેલ્લે ધ વેક્સીન વોરમાં જોવા મળ્યા હતા

Courtesy: Image: Twitter

Share:

 

Nana Patekar: બોલિવૂડ અભિનેતા નાના પાટેકર (Nana Patekar) ઉત્તર પ્રદેશના વારાણસીમાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક તેમની પાસે સેલ્ફી લેવા પહોંચ્યો. નાના પાટેકર અકળાયા અને યુવકને થપ્પડ મારી દીધી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાના પાટેકરનું આ વર્તન જોઈને નેટીઝન્સ તેમનાથી નારાજ થયા છે. 

 

નાના પાટેકર (Nana Patekar)ની ફિલ્મ જર્નીનું શૂટિંગ વારાણસીના દશમેશ્વર ઘાટ પર ચાલી રહ્યું હતું. આ દરમિયાન પાછળથી એક ચાહક નાના પાસે આવે છે અને તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. આ જોઈને નાના પાટેકરને ખૂબ ગુસ્સો આવે છે અને કાન નીચે થપ્પડ મારી દે છે. ત્યારપછી નાના પાટેકરની બાજુની વ્યક્તિ તેને ત્યાંથી લઈ જાય છે. આ વીડિયો પર નેટીઝન્સ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે.

 

કોઈ પણ લોકેશન પર જ્યારે પણ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય ત્યારે આસપાસના લોકો માટે તે કુતૂહલનો વિષય બની જાય છે. સ્ટાર્સને જોવાની અને તેમની સાથે ફોટો પડાવવાની ઈચ્છા દરેક દર્શકના મનમાં રહે છે. આ દિવસોમાં નાના પાટેકર ઉત્તર પ્રદેશના વારાણસીમાં ફિલ્મ 'જર્ની'નું શૂટિંગ કરી રહ્યા છે. 

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, નાના પાટેકર જ્યારે ફિલ્મનો શોટ તૈયાર હતો ત્યારે તેમના સીન માટે ઉભા હતા. એટલામાં વચ્ચે એક યુવક તેમની સાથે સેલ્ફી લેવા માટે આવે છે. આ જોઈને નાના પાટેકર (Nana Patekar)ને પોતાના ગુસ્સા પર કાબુ રહેતો નથી અને બધાની સામે ફેનના માથા પર થપ્પડ મારે છે. આ બાદ યુનિટના અન્ય સભ્ય આવીને તે વ્યક્તિને ગળાથી પકડીને બહાર લઈ ગયો હતો.

Nana Patekarના ફેન્સ તેમના પર રોષે ભરાયા 

આ વીડિયો જોઈને નાના પાટેકર (Nana Patekar)ના કેટલાક ફેન્સ તેમના પર રોષે ભરાયા છે. લોકો કહી રહ્યા છે કે નાના પાટેકરે એક સિનિયર એક્ટર થઈને આવી રીતે ફેન્સને ટ્રીટ ના કરવા જોઈએ તો કેટલાક લોકો નાના પાટેકરની તરફેણમાં બોલી રહ્યા છે કે ફિલ્મના ચાલુ શૂટિંગમાં કોઈ પણ ફેને આવી રીતે એક્ટર્સ જોડે સેલ્ફી ન લેવી જોઇએ. 

 

ફિલ્મ 'જર્ની'નું નિર્દેશન 'ગદર 2' ફેમ અનિલ શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમનો પુત્ર ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને તે પિતા-પુત્રના સંબંધો પર આધારિત વાર્તા છે. નાના પાટેકર તાજેતરમાં વિવેક અગ્નિહોત્રીની ધ વેક્સીન વોરમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલની ભૂમિકા ભજવી હતી.