KGના વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ વસૂલી રહી છે ' પેરેન્ટ ઓરિએન્ટેશન ફી', રીસિપ્ટ વાયરલ થતાં લોકોમાં રોષ

પ્રાઈવેટ સ્કૂલની ટ્યુશન ફી વચ્ચે એક સ્કૂલ પર પેરેન્ટ ઓરિએન્ટેશન ફીના નામે 8400 રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • સ્કૂલે KGના વિદ્યાર્થીઓ પાસેથી વાલી ઓરિએન્ટેશન ફી તરીકે 8400 રૂપિયા વસૂલ્યા
  • સોશિયલ મીડિયા પર ફી રીસિપ્ટ વાયરલ થતા યુઝર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

એક સ્કૂલ દ્વારા KGના વિદ્યાર્થીઓ પાસેથી પેરેન્ટ ઓરિએન્ટેશન ફી વસૂલવામાં આવતા સોશિયલ મીડિયા પર ભારે રોષ ફેલાઈ ગયો છે. ફી રીસિપ્ટ વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સ સ્કૂલ પર ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2024-25ની જુનિયર કેજી બેચની ફી માળખું દર્શાવતી એક તસવીરે આ વિચિત્ર ચાર્જનો પર્દાફાશ કર્યો છે. જેમાં એડમિશન ફી, Caution Fee, અને વિકાસ શુલ્ક જેવા નિયમિત ખર્ચ ઉપરાંત પેરેન્ટ ઓરિન્ટેશન ફીનો આશ્ચર્યજનક ઉમેરો જોવા મળ્યો. જો કે, આ ઘટના ખરેખર ક્યાની તે હજી સુધી સામે આવ્યું નથી.

વાયરલ રીસિપ્ટમાં શું છે?
સોશિલ મીડિયામાં વાયરલ રીસિપ્ટમાં KG સ્કૂલમાં લેવાતી ફીનો ઉલ્લેખ કરેલો છે. જેમાં સૌથી પહેલા એડમિશન ફી-55638 રૂપિયા, Caution Money- 30019 રૂપિયા, એન્યુઅલ ચાર્જસ 28314 રૂપિયા, ડેવલપમેન્ટ ચાર્જસ 13948 રૂપિયા, ટ્યુશન ફી 23727 રૂપિયા અને છેલ્લે પેરેન્ટ ઓરિએન્ટેશન પી 8400 રૂપિયાનો ઉલ્લેખ કરેલો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો લખી રહ્યા છે કે, હવે ખબર પડી કે, અમારા માતા-પિતાએ અમને સરકારી સ્કૂલમાં ભણવા માટે કેમ મોકલતા હતા?

સોશિયલ મીડિયા પર રોષ
'આજના સમયમાં બાળકોને સરકારી સ્કૂલમાં જ ભણાવવા જોઈએ, નહિંતર પ્રાઈવેટ સ્કૂલની ફીમાં આખી સેલેરી પતી જશે.'
બીજા યુઝર્સે લખ્યું કે, પેરેન્ટ ઓરિએન્ટેશન ફી શું હોય છે?
વધુ એક યુઝરે લખ્યું કે, આ નર્સરી સ્કૂલ છે કે B-Techનો કોર્સ?