ચોર ઉઠાવી ગયો બાઈક, સુરતી લાલાએ એવી FB પોસ્ટ લખી કે 2 દિવસમાં જ પાછી મૂકી ગયો

બાઇક ચોર પાસેથી મોટરસાઇકલ પાછી મેળવવાની પદ્ધતિની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મામલો ગુજરાતના સુરતનો છે, જ્યાં એક ચોર વ્યક્તિની બાઇક ચોરી ગયો હતો
  • વ્યક્તિએ એવું મગજ દોડાવ્યું કે, ચોર બે જ દિવસમાં તેની બાઈક મૂકીને ગયો

સુરત શહેરમાંથી બાઇક ચોરી અને તેની રિકવરી સંબંધિત એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં રહેતા પરેશ પટેલની બાઈક 9 ડિસેમ્બરના રોજ તેમની ઓફિસના પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, તેમણે સમજદારીથી કામ કર્યું અને તરત જ પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં એક વ્યક્તિ બાઇકની ચોરી કરતો જોવા મળ્યો હતો. આ પછી પરેશે તેમની બાઇક પાછી મેળવવા માટે વાપરેલી ટ્રિક જાણીને ઇન્ટરનેટ યુઝર્સ તેમના ફેન બની ગયા. ઘણા લોકો કહે છે કે ભાઈ, આ તો જોરદાર આઈડિયા વાપર્યો!

જ્યારે બાઇક ચોરી કરીને લઇ ગયો...

બાઇક પાછી મેળવવા માટે આ કામ કર્યું
પરેશે મોટરસાયકલ ચોરીના સીસીટીવી ફૂટેજ પોતાના મોબાઈલમાં મૂક્યા હતા. તેમને પણ એક વિચાર આવ્યો. વાસ્તવમાં, તેમની ફેસબુક પ્રોફાઇલમાંથી સીસીટીવી ફૂટેજ પોસ્ટ કરતી વખતે, તેમણે એક ભાવનાત્મક પોસ્ટ લખી - શ્રીમાન ચોર સજ્જનને માલૂમ થાય કે જ્યાંથી ગાડી GJ-05-FE-5906ની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં એ ગાડીની આરસી બુક અને ચાવી મુકેલી છે તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખથી ચલાવજો.. મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે.' 

જ્યારે ચોર બાઈક પરત મૂકીને ગયો..

FB પોસ્ટે કરી કમાલ
અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તેથી તમે જાણો છો કે વસ્તુઓ વાયરલ થવામાં સમય નથી લાગતો. ...અને આવું જ થયું, પરેશનો મેસેજ બાઇક ચોર સુધી પહોંચ્યો. પછી શું... બે દિવસ પછી ચોરે ચુપચાપ તેમનું બાઇક એ જ જગ્યાએ પાર્ક કર્યું જ્યાંથી તેણે ચોરી કરી હતી. આ એકદમ ફિલ્મી લાગે છે ને? પરંતુ આના પુરાવા સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં તે વ્યક્તિ બાઇક પાર્ક કરતો જોઈ શકાય છે. અને હા, બાઇક ચોરાઈ જતાં પરેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, બાઇક મળતાં તેણે ફરિયાદ પાછી લઈ લીધી હતી.