ઈન્ટરનેટ પર અનેક નવી નવી ચીજવસ્તુઓ રોજે રોજ સામે આવતી હોય છે. ત્યારે એક સ્ટ્રીટ વેન્ડરે એક અનોખો પ્રયોગ કર્યો હતો. આ સ્ટ્રીટ વેન્ડરે એક ટ્વિસ્ટ સાથે આમલેટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઈંડા સાથે જે પારલે જીને મિક્સ કરીને આમલેટ બનાવી રહ્યો છે. આ ફ્યૂઝનને મોયે મોયે આમલેટ નામ આપવામાં આવ્યું છે. એક ફૂડ વ્લોગર દ્વારા આ પ્રીપરેશનને બતાવ્યા બાદ આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
ઈંડા સાથે પારલે
વેન્ડરે એક બાઉલમાં બે ઈંડા ફોડીને મૂક્યા, ઝીણી ડુંગળી નાખી, મીઠું, હળદર અને અન્ય મિક્ષણોને ઉમેર્યા. બાદમાં તેણે ઈંડાના મિક્ષણને બટર લગાવ્યુ હતું. બાદમાં તેણે પારલે જી બિસ્કુટનું પેકેટ લીધું અને આમલેટની ઉપર વ્યવસ્થિત રીતે નાખ્યું. એ પછી આખા ઈંડાનું લેયર ઢંકાઈ ગયું હતું. બિસ્કુટનું લેયર તૈયાર થયા બાદ ઉપર ચીઝ નાખી. બાદમાં તેને મેલ્ટ થવા માટે મૂક્યું. લાસ્ટમાં તેણે આમલેટને ફોલ્ડ કર્યું અને આ યુનિક ફૂડ કોમ્બિનેસનને પારલે જી બિસ્કુટના એક પેકેટ સાથે સર્વ કર્યુ હતુ.
યૂઝર્સની આવી પ્રતિક્રિયાઓ
જો કે, આ ફ્યૂઝનને જોઈ ફેન્સ પણ જોરદાર રિએક્શન આપી રહ્યા છે. કેટલાંક લોકોએ તો કહ્યું કે, આ ખાવાના બદલે તેઓ મરવાનું પસંદ કરશે. એક યૂઝરે લખ્યું કે, પારલે જીની લાઈફનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. તો અન્ય એકે કહ્યું કે, આ તેની ભૂલ નથી. જો કોઈને દોષિત ઠેરવવો હોય તો એ છે ફૂડ વ્લોગર. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, પારલે જીવાળી બાળકીની સ્માઈલ પણ ચેન્જ થઈ ગઈ.