શું સોફ્ટવેર કહીં શકે તમે કેટલું જીવશો? શું છે life2vec?

જો કે આ સોફ્ટવેર ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યું છે અને તેના દ્વારા આપવામાં આવેલા પરિણામો નિશ્ચિત છે તેવું માની નહીં લેવું

Courtesy: Catholic Online

Share:

હાઈલાઇટ્સ

  • - વયમર્યાદા નકકી કરવા માટે lief2vec નામનું AI કોઈ પણ વ્યક્તિના જીવનમાં બનેલી જુદી જુદી ઘટનાઓનું વિશ્લેષણ કરે છે - આ ટુલનો પ્રયોગ ડેનેમાર્કના 60 લાખ લોકો પર કરવામા આવ્યો હતો અને તેના દ્વારા આપવામા આવેલા પરિણામો 75 ટકા સાચા હતા. - આ પ્રયોગમા 2016 પછી ફક્ત 4 વર્ષ જીવેલા લોકો સામેલ હતા - આ ટુલ કોઈ પણ વ્યક્તિના અંગત જીવનમાં નહીં જોતાં તેની વય મર્યાદા દર્શાવે છે

આમ જોવા જઈએ તો મોટા દુનિયામાં એવા લોકો બહું ઓછા છે જેઓ પોતે કેટલા વર્ષ જીવશે તે જાણવા માંગે છે. પરંતુ એવા લોકો પણ છે જેમને પોતાની વયમર્યાદાને લઈને ઘણી જ ઉત્સુક્તા રહે છે. તો કેટલાક પોતાના આગળના જીવનને પ્લાન કરવા માટે પોતાનું જીવન કેટલું લાંબુ હશે તે જાણવા માંગતા હોય છે. આ તમામ લોકોને અને આપણને સર્વને આશ્ચર્ચમાં નાખી દે તેવુ AI ટુલ ઓનલાઈ આવી ગયું છે જે ChatGPT જેવું જ હોવાનું કહેવાય છે. આ ટુલ યુઝરના જીવનનું વિશ્લેષણ કરીને તેનું જીવન કેટલું લાંબું હશે તે દર્શાવે છે.

ન્યૂ યોર્ક પોસ્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલમાં આ AI ટુલ વિશે માહિતી આપવામાં આવી છે. પ્રોફેસર સુન લેહમેન દ્વારા ડેવલોપ કરાયેલા આ ટુલમાં વ્યક્તિની આવક, તેનો વ્યવસાય, તેનું ભૈગોલીક રહેઠાણ અને આરોગ્યની માહિતી લઈને તેના અલ્ગોરીધમ પર કામ કરે છે અને 78 ટકા ચોક્કસાઈથી પરિણામો આપે છે તેવો ન્યૂ યોર્ક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

ChatGPTની જેમ ફેશન ક્લોથ અને રોજગાર શોધવામાં મદદ મળે છે તેમ નહીં પણ તદ્દન અલગ રીતે આ સોફ્ટવેર કામ કરે છે.

આ સોફ્ટવેર વ્યક્તિની વય મર્યાદા સીવાય તેનુ અન્ય દેશમાં સ્થળાંતર કરવુ, તેની પર્સનાલીટી અને તેવી અન્ય બાબતોનું પણ શક્ય પરિણામ આપે છે. પ્રોફેસર સુન લેહમેન અને તેમની ટીમે વર્ષ 2008થી 2020 દરમિયાન 60 લાખ ડેનિશ લોકો પર તેનો પ્રયોગ કર્યો. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ટુલમાં વ્યક્તિના જીવનમાં બનેલી અલગ અલગ ઘટનાઓને સાંકળીને તેના પર વિશ્લેષણકરવામાં આવ્યું. જેમાં તેમની ઓફિસનુ વાતાવરણ પર અગત્યનો એક ભાગ હતો.

ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલને જો સાચો માનીએ તો life2vec દ્વારા બહાર પાડવામાં આવેલા પરિણામો 75 ટકાથી વધારે એક્યુરેટ એટલે કે ચોક્કસ હતાં. આ આભ્સસમાં વ્યક્તિની જાતી અને તેમના પહેલાના જીવન અને તેમના પૂર્વજોના જીવન વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

પ્રોફેસર સુન લેહમેને જણાવ્યું હતું કે, આ પ્રયોગમાં ભાગ લેનારા એક વ્યક્તિને તેમની વયમર્યાદા કે તેમના આયુષ્યની મર્યાદા જણાવવામાં આવી નહોતી. જો કે આ એપ હજુ સુધી જાહેર જનતા કે કોર્પોરેટ ઓફિસો સુધી પહોંચ્યું નથી. પણ પ્રોફેસર સુન લેહમેન એવુ ઈચ્છે છે કે લોકો આ એપ દ્વારા પાતાના જીવનને વધારે સારુ અને તંદુરસ્ત બનાવી શકે છે.

 

વાચકોજોગ,
આ ટુલ કેટલું ચોકક્સ છે કે નહીં તેની જવાબદારી સૈરાષ્ટકચ્છ લેતુ નથી અને અમે એવી સલાહ આપીએ છીએ કે આ ટુલ દ્વારા આપવામાં આવતાં પરિણામને ફાઈનલ કે નક્કી માની લેવા નહીં. આ આર્ટીકલને ફક્ત મનોરંજન માટે જ વાંચવો.