સલમાન ખાનને બૉમ્બે હાઇકોર્ટે આપી રાહત 

એક્ટર સલમાન ખાન હંમેશા કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાયેલો રહે છે. અભિનેતા સલમાન ખાન તથા તેના બોડીગાર્ડ સામે પત્રકારનો મોબાઈલ આંચકી લેવાનો તથા તેને ધમકાવવા બદલ થયેલો કેસ બોમ્બે હાઈકોર્ટ દ્વારા રદ કરી દેવાયો છે.આ કેસમાં સલમાનને નીચલી કોર્ટ દ્વારા સમન્સ પણ અપાયાં હતાં અને સલમાને આ સમન્સ તથા સમગ્ર કેસને હાઈકોર્ટમાં પડકાર્યાં હતાં. આ સમન્સનો […]

Share:

એક્ટર સલમાન ખાન હંમેશા કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાયેલો રહે છે. અભિનેતા સલમાન ખાન તથા તેના બોડીગાર્ડ સામે પત્રકારનો મોબાઈલ આંચકી લેવાનો તથા તેને ધમકાવવા બદલ થયેલો કેસ બોમ્બે હાઈકોર્ટ દ્વારા રદ કરી દેવાયો છે.આ કેસમાં સલમાનને નીચલી કોર્ટ દ્વારા સમન્સ પણ અપાયાં હતાં અને સલમાને આ સમન્સ તથા સમગ્ર કેસને હાઈકોર્ટમાં પડકાર્યાં હતાં. આ સમન્સનો ચાર વર્ષ બાદ નિર્ણય આવ્યો છે. 

સલમાન ખાન સામે વર્ષ ૨૦૧૯માં ફરિયાદ થઈ હતી જેમાં સલમાન સાઇકલિંગ કરી રહ્યો હતો ત્યારે પત્રકાર અશોક પાંડેએ તેનો વીડિયો ઉતાર્યો હતો. સલમાન ખાન ચિઢાઈને તેનો મોબાઈલ આંચકી લીધો હતો. બાદમાં સલમાન તથા તેના બોડીગાર્ડે આ પત્રકારને ધાકધમકી આપ્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે આ કેસમા સલમાન તથા તેના બોડીગાર્ડ નવાઝ શેખ સામે સમન્સ ઈશ્યુ કર્યાં હતાં. જોકે, સલમાને આ કેસમાં સુનાવણીમાં રુબરુ સુનાવણીમા હાજરી આપવા સામે મુક્તિ મેળવી લીધી હતી. હવે બોમ્બે હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચ દ્વારા સલમાન સામેના સમન્સ સહિત સમગ્ર કેસને જ રદ કરી દેવાયો છે. હાઈકોર્ટે સલમાન સામે સમન્સ જારી થાય તે પહેલાં ફરિયાદીએ યોગ્ય કાનૂની કાર્યવિધિનું અનુસરણ કર્યું હતું કે કેમ તે જાણવા માગ્યું હતું. આ તબક્કે  સલમાનના એડવોકેટ તરફથી જણાવાયું હતું કે ફરિયાદ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલી ફરિયાદમાં બાદમાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે અને આ વખતે યોગ્ય કાનૂની કાર્યવિધિનું પાલન કરાયું નથી. સમગ્ર ફરિયાદ જ ક્રિમિનલ પ્રોસીજર કોડના નિયમોનું પાલન કરીને દાખલ કરવામાં આવી નથી. ફરિયાદીના વકીલ તરફથી જણાવાયું હતું કે સલમાન અને તેના બોડીગાર્ડે તેનો મોબાઈલ છિનવી લેતાં તે પડી ગયો હતો. અને તેમના પર ફોન આંચકી લઈને ગેરવર્તન અને મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો.

જસ્ટિસ ડાંગરેએ આ કેસમાં ફરિયાદ બાદમાં સુધારાવધારા થયા છે અને સમન્સ જારી કરતી વખતે યોગ્ય કાર્યવિધિનું પાલન થયું નથી તેમ જણાવીને સમન્સ તથા સમગ્ર કેસને જ રદબાતલ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. વર્ષ ૨૦૧૯માં આ બનાવ બાદ ફરિયાદીએ પહેલાં પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેણે સલમાન સામે જાણીજોઈને ઈજા પહોંચાડવી, લૂંટ, અપકૃત્ય અને ધાકધમકીને લગતી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી દાદમાગતી અરજી મેજિસ્ટેરિલ કોર્ટ સમક્ષ કરી હતી. જો કે આજે હાઈકોર્ટે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સલમાનને ક્લીનચીટ આપી છે.