એશિયા કપ પહેલા 5 ખેલાડીઓએ ન આપ્યો ‘યો-યો ટેસ્ટ’, લીક થઈ ગઈ સમગ્ર યાદી

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપની તૈયારી માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના થ્રી ઓવલ્સ કેમ્પસમાં 6 દિવસ માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પના પ્રથમ દિવસે તમામ ખેલાડીઓનો ફિટનેસ અને મેડીકલ ટેસ્ટ લેવાયો હતો. સાથે જ તમામ ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પણ આપ્યો હતો. શુભમન ગિલનો યો-યો ટેસ્ટ સ્કોર વિરાટ કોહલીથી વધારે યો-યો ટેસ્ટમાં શુભમન […]

Share:

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપની તૈયારી માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના થ્રી ઓવલ્સ કેમ્પસમાં 6 દિવસ માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પના પ્રથમ દિવસે તમામ ખેલાડીઓનો ફિટનેસ અને મેડીકલ ટેસ્ટ લેવાયો હતો. સાથે જ તમામ ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પણ આપ્યો હતો.

શુભમન ગિલનો યો-યો ટેસ્ટ સ્કોર વિરાટ કોહલીથી વધારે

યો-યો ટેસ્ટમાં શુભમન ગિલે સૌથી વધુ સ્કોર કર્યો હતો અને તેણે વિરાટ કોહલીના 17.2ના સ્કોરને પાછળ રાખીને 18.7નો શાનદાર સ્કોર કર્યો હતો. અન્ય તમામ ખેલાડીઓ પણ યો-યો ટેસ્ટમાં પાસ થઈ ગયા છે પરંતુ કેએલ રાહુલે ટેસ્ટ નથી આપ્યો. રાહુલ હજુ સંપૂર્ણપણે ફિટ નથી થયો અને ટીમ મેનેજમેન્ટ તેમને જોખમમાં નથી મુકવા માગતું. 

5 ખેલાડીએ ન આપ્યો યો-યો ટેસ્ટ 

કેએલ રાહુલ સિવાય જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા અને સંજુ સૈમસને પણ યો-યો ટેસ્ટ નહોતો આપ્યો કારણ કે, તેઓ તાજેતરમાં જ આયર્લેન્ડ સીરિઝમાંથી પરત આવ્યા છે અને તેમને આરામની જરૂર હતી. ભારતીય ટીમે એશિયા કપની તૈયારી માટે એક રણનીતિ બનાવી છે. આ રણનીતિ મુજબ ખેલાડીઓને મેચને લગતી વિવિધ પરિસ્થિતિઓમાં રાખવામાં આવશે જેને મેચ સિમ્યુલેશન કહેવામાં આવે છે. આ કારણે ખેલાડીઓ જે-તે સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર થઈ શકશે. 

મેચ સિમ્યુલેશન માટે ખેલાડીઓની તૈયારી

મેચ સિમ્યુલેશન માટે કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરે NCAમાં ગત સપ્તાહે પોતાની ફિટનેસ, બેટિંગ અને ફિલ્ડિંગ અપનાવી હતી. શુક્રવારે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે મોહમ્મદ સિરાજની બોલિંગ સામે સેન્ટર વિકેટ પર અભ્યાસ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ નેટમાં પણ અભ્યાસ કર્યો હતો. 

ભારતીય ટીમના બોલર્સમાં સ્પિનર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. જ્યારે ફાસ્ટ બોલર્સમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.  

BCCIની વિરાટ કોહલી સામે નારાજગી

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારના પોતાની યો-યો ટેસ્ટનો સ્કોર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરી એક વખત પોતાની ફિટનેસ સાબિત કરી હતી. જોકે વિરાટ કોહલીના આ વર્તનને લઈ બીસીસીઆઈ ખૂબ જ નારાજ થઈ ગયું હતું. 

વિરાટ કોહલી દ્વારા યો-યો ટેસ્ટનો સ્કોર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરવામાં આવ્યો ત્યાર બાદ બીસીસીઆઈએ પોતાના તમામ ખેલાડીઓને આ પ્રકારની જાણકારી સોશિયલ મીડિયામાં શેર ન કરવા માટે ચેતવણી આપી હતી. 

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ 16.5નો ફિટનેસ પેરામીટર નક્કી કર્યો હતો અને તમામ ખેલાડીઓ યો-યો પરીક્ષણમાં ખરા ઉતર્યા હતા.