ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, Hardik Pandya વર્લ્ડ કપમાંથી થયો બહાર

Hardik Pandya: વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા (Hardik Pandya) વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડયા બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ટીમમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ, જે તાજેતરમાં એક વર્ષ લાંબી ઈજા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પરત ફર્યો છે, તેને હાર્દિક પંડયાના […]

Share:

Hardik Pandya: વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા (Hardik Pandya) વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડયા બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ટીમમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ, જે તાજેતરમાં એક વર્ષ લાંબી ઈજા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પરત ફર્યો છે, તેને હાર્દિક પંડયાના સ્થાને લેવામાં આવ્યો છે.

19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે હાર્દિક પંડયા (Hardik Pandya) ઈજાગ્રસ્ત થયો હતો. તેણે ઓવરની વચ્ચે જ મેદાન છોડવું પડયું હતું. આ પછી તે મેદાનમાં પાછો ફર્યો નહોતો. હાર્દિક પંડયાની જગ્યાએ વિરાટ કોહલીએ બોલિંગ કરી હતી. ઈજામાંથી બહાર આવવા માટે તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ડોકટરોની દેખરેખ હેઠળ હતો. 

વધુ વાંચો: મોહમ્મ્દ શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા હાર્દિક પંડયા (Hardik Pandya)ની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને માહિતી આપી હતી કે હાર્દિક પંડયા12 નવેમ્બર એટલે કે દિવાળીના રોજ બેંગલુરુમાં નેધરલેન્ડ સામેની મેચ રમી શકે છે. તે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે નહીં. પરંતુ હવે માહિતી મળી છે કે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ICC તેના નિવેદનમાં જણાવ્યું હતું, “હાર્દિક પંડયા (Hardik Pandya) ગયા મહિને પુણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હવે પુષ્ટિ થઈ છે કે હાર્દિક પંડયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.”

વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 7માંથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ છે. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી બે લીગ મેચોમાં 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડનો સામનો કરવાનો છે.  

વધુ વાંચો: શ્રીલંકાને રેકોર્ડ 302 રનથી હરાવીને ભારતે સેમીફાઈનલમાં એન્ટ્રી મારી

Hardik Pandyaના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણ ટીમમાં સામેલ થશે 

હાર્દિક પંડયાના સ્થાને આવેલા પ્રસિદ્ધ કૃષ્ણએ ભારત માટે ODI અને T20માં 19 મેચ રમી છે અને 33 વિકેટ લીધી છે. તેની કમરના સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તે લગભગ એક વર્ષ માટે બહાર હતો. તેણે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તક મળતા 9 ઓવરમાં 45 રન આપીને ડેવિડ વોર્નરની કિંમતી વિકેટ લીધી હતી.  

વર્લ્ડ કપની ઈવેન્ટ ટેકનિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટ ખેલાડીઓને મંજૂરી આપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જોકે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહની હાજરીને કારણે પ્રસિદ્ધ કૃષ્ણને વર્લ્ડ કપમાં રમવાની તક મળે તેવી શક્યતા ઓછી છે.