જેકી શ્રોફની હેલ્ધી દાળમાં જોવા મળી માખી, યુઝર્સે ટ્રોલ કરતા આપ્યો જોરદાર જવાબ

બોલિવૂડના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મોમાં જેકી શ્રોફની હાજરી ભલે ઓછી હોય, પરંતુ જેકી શ્રોફ  ઈન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ શેર કરતા રહે છે. જેકી શ્રોફ ચોક્કસપણે પ્રશંસકોને તેમના ફાર્મ હાઉસથી સંબંધિત વીડિયો બતાવે છે, જ્યાં તે હાઈ-ફાઈ જીવનશૈલીથી અલગ સાદું જીવન જીવે છે. જેકી શ્રોફ […]

Share:

બોલિવૂડના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મોમાં જેકી શ્રોફની હાજરી ભલે ઓછી હોય, પરંતુ જેકી શ્રોફ  ઈન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ શેર કરતા રહે છે. જેકી શ્રોફ ચોક્કસપણે પ્રશંસકોને તેમના ફાર્મ હાઉસથી સંબંધિત વીડિયો બતાવે છે, જ્યાં તે હાઈ-ફાઈ જીવનશૈલીથી અલગ સાદું જીવન જીવે છે.

જેકી શ્રોફ દાળ માટે ટ્રોલ થયા

જેકી શ્રોફ દ્વારા હાલમાં જ હાઉસમાંથી ફૂડનો વીડિયો કરવામાં આવ્યો છે. આમાં જેકી શ્રોફ વીડિયોમાં દાળ, રોટલી, શાક, ચણા અને સલાડ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બતાવી. જેકી શ્રોફ દ્વારા આ ભોજન બનાવાયું છે. જેકી શ્રોફ દ્વારા શેર આવેલા વીડિયોમાં તેણે જણાવ્યું કે, આ હેલ્ધી ડિશ તેના મિત્રો સાથે મળીને તૈયાર કરી છે. પરંતુ આ ફૂડના વખાણને બદલે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આનો હિંમતપૂર્વક જવાબ આપ્યો હતો.

દાલ મખની કે દાલ મખ્ખી?

ખરેખર, જેકી શ્રોફ દ્વારા શેર કરેલા વીડિયોમાં દાળમાં માખી પડી ગઈ હતી. યુઝર્સે આ જોયું અને જેકી શ્રોફને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘દાળમાં માખી પડી ગઈ છે. શું હું એકલો જ છું જેણે આ જોયું?’ એ જ રીતે ઘણા યુઝર્સે મજાકમાં કહ્યું કે આ દાલ મખની નથી પરંતુ ‘દાલ  મખ્ખી’ છે. જેકીએ આ ટિપ્પણીનો જવાબ આપ્યો, ‘હું જંગલમાં બેઠો છું.’ સુનીલ શેટ્ટીએ લખ્યું, ‘દાદા’ તેની સાથે તેણે હાર્ટ ઇમોજી બનાવ્યું. જેકી શ્રોફે સુનીલ શેટ્ટીની ટિપ્પણીનો ઇમોજી સાથે જવાબ આપ્યો.

ખેતરથી ટેબલ સુધી

જેકી દાદાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘ખેતરથી ટેબલ સુધી, આજે અમે પ્રાકૃતિક વસ્તુઓ રાંધી, આ સાથે તેમણે પાંદડાની ઇમોજી પણ બનાવી. અભિનેતાએ આગળ લખ્યું, ગ્રાઉન્ડેડ અને સ્વસ્થ રહેવું એ એકમાત્ર રસ્તો છે. જો તમારે રેસીપી જોઈતી હોય તો મને કહો, બીડુ.” તેમણે નેશનલ કુકિંગ ડે, બેલેન્સ્ડ ડાયેટ, નેચરલ ન્યુટ્રીશન, ઈટ ક્લીન એન્ડ ગ્રીન એન્ડ ક્લીન હેશટેગ્સમાં પણ લખ્યું છે.

જેકી શ્રોફ વર્કફ્રન્ટ

જેકી શ્રોફ છેલ્લે જેલરમાં નકારાત્મક પાત્ર ભજવતા જોવા મળ્યા હતા. સન પિક્ચર્સ દ્વારા નિર્મિત અને નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત, જેલરમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે. રામ્યા ક્રિષ્નન, યોગી બાબુ, વિનાયકન, તમન્ના ભાટિયા અને માસ્ટર રિત્વિક કલાકારો છે. આ ફિલ્મમાં મોહનલાલ અને શિવ રાજકુમારના ખાસ કેમિયો પણ છે.

જેકી શ્રોફની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

જેકી શ્રોફ ઘણીવાર તેના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ્સ શેર કરે છે. આ મહિનાની શરૂઆતમાં, જેકીએ દુબઈમાં સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેના જન્મદિવસની ઇવેન્ટ, આશા 90 લાઈવ કોન્સર્ટમાં હાજરી આપી હતી. જેકીએ પોસ્ટને કેપ્શન આપ્યું, “આશા ભોંસલેના 90માં જન્મદિવસ પર દુબઈમાં એક કોન્સર્ટમાં જાદુઈ @asha.bhosleને જોઈને ધન્ય છું.” આશા 8 સપ્ટેમ્બરે 90 વર્ષના થયા.