Babar Azamની કેપ્ટન્સી છીનવાયા બાદ ઉમર ગુલ, સઈદ અજમલને મળી મહત્વની જવાબદારી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે જૂનમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીમાં પહેલેથી જ ધ્યાન આપવા માંગે છે

Courtesy: Image: Twitter

Share:

 

Babar Azam: વર્લ્ડ કપ 2023માં બાબર આઝમ (Babar Azam)ની કપ્તાનીમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ 9માંથી માત્ર 4 મેચ જીતીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમગ્ર પસંદગી સમિતિને બરતરફ કરી દીધી હતી. 

Babar Azamના રાજીનામા બાદ મોટા ફેરફાર

બોલિંગ કોચ મોર્ને મોર્કલે રાજીનામુ આપી દીધું છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વતન પરત ફરી હતી ત્યારે જ ટીમના કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશીપ પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં ફેરફારો કર્યા છે. PCBએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ બનાવ્યો છે. જયારે સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

 

પાકિસ્તાન આગામી એક વર્ષ સુધી કોઈ વનડે મેચ નથી રમવાનું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે જૂનમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની તૈયારીમાં પહેલેથી જ ધ્યાન આપવા માંગે છે માટે આ પ્રકારના ફેરફારો હાથ ધરવામાં આવ્યા છે. 

 

બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ વનડે વર્લ્ડ કપ 2023ની 9માંથી 5 મેચ હારી હતી. પાકિસ્તાન પહોંચતાની સાથે જ બાબર આઝમે ટીમના કેપ્ટન પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝનેને ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યો હતો.

જાણો પાકિસ્તાન ક્રિકેટમાં થયેલા મહત્વના ફેરફારો

T20I કેપ્ટન - શાહીન આફ્રિદી

ટેસ્ટ કેપ્ટન - શાન મસૂદ

કોચ - મોહમ્મદ હફીઝ

ડાયરેક્ટર - મોહમ્મદ હફીઝ

ચીફ સિલેકટર - વહાબ રિયાઝ

ફાસ્ટ બોલિંગ કોચ - ઉમર ગુલ

સ્પિન બોલિંગ કોચ - સઈદ અજમલ

બાબર બીજા નંબરનો સૌથી સફળ કેપ્ટન

પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) ખૂબ ઓછા સમયમાં ઝીરોમાંથી હીરો બની ગયો હતો અને તેની તુલના વિશ્વના મહાન ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે કરવામાં આવતી હતી. માત્ર 25 વર્ષનો થયો ત્યારે જ આ ખેલાડીને પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી હતી.  

 

બાબર આઝમ ખાસ્સો સફળ પણ રહ્યો હતો. ઈમરાન ખાન પછી બીજા નંબરનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો હતો. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી માત્ર 4 વર્ષ જ પસાર થયા હતા અને બાબરે તેની કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. 

 

પાકિસ્તાન ક્રિકેટમાં ટીમનાં વર્લ્ડકપ 2023માં કંગાળ પ્રદર્શન બાદ દેશમાં ઘણા ડખા થયા હતા. બાબર આઝમ અને અશરફ ઝાકા વચ્ચે ઝઘડાના સમાચાર પણ ઘણા ચર્ચામાં આવ્યા હતા.

 

બાબર આઝમે કેપ્ટનશિપ છોડી ત્યાર બાદ મોહમ્મદ રિઝવાન ખૂબ ભાવુક થઈ ગયો હતો. તેણે બાબરને પાકિસ્તાને જોયેલા મહાન બેટ્સમેનોમાંથી એક ગણાવ્યા હતા. 

Tags :