World Cup 2023: વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે પરાજય મેળવ્યો ત્યારે લાખો ચાહકોનું દિલ તૂટી ગયું હતું. મેચને બે દિવસ વીતી ગયા પછી પણ નિરાશ ક્રિકેટ ચાહકો અને નેટીઝન્સ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અને શાદી.કોમના સીઈઓ અનુપમ મિત્તલે નિરાશ ચાહકોના ઉત્સાહને હળવા કરવાના ઉદ્દેશ્ય સાથે X પર રમૂજી ટ્વીટ કર્યું તેમજ તેમની ઓનલાઈન લગ્ન સેવા પ્રદાન કરતી પ્લેટફોર્મનો પ્રચાર કર્યો.
અનુપમ મિત્તલે X પર ટ્વીટ કર્યું, "વર્લ્ડ કપ (World Cup 2023)ની હારથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. ભારતમાં મેચ ફિક્સિંગ ફક્ત @ShaadiDotCom પર જ થાય છે."
અનુપમ મિત્તલે થોડા કલાકો પહેલા જ આ પોસ્ટ શેર કરી હતી. ત્યારથી, તેને 18,900 થી વધુ વ્યૂઝ મળ્યા છે. ઘણા લોકો તેમની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં તેમની પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા યુઝર્સે તેમની વિનોદી ટ્વીટમાં તેમની માર્કેટિંગ કુશળતાની પ્રશંસા કરી હતી. એક યુઝરે વખાણ ક્રયતા કમેન્ટ કરી, "શાદી.કોમ પર આજીવન મેચ ફિક્સ થાય છે." બીજા યૂઝરે કમેન્ટમાં લખ્યું, "ખૂબ જ સરસ." ત્રીજા યુઝરે લખ્યું, "24/7 ફિક્સિંગ." અન્ય એક યુઝરે લખ્યું, "વાહ! શું પ્લગઈન છે."
19 નવેમ્બરે ભારતની વર્લ્ડ કપ (World Cup 2023) હારના થોડા સમય બાદ, શાદી.કોમ એ પણ ભાગીદારીનું મહત્વ શીખવવા બદલ ટીમ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કરતી ટ્વીટ શેર કરી. તેણે લખ્યું, "પ્રિય ટીમ ઈન્ડિયા, અમને શીખવવા બદલ તમારો આભાર કે ભાગીદારી જ સર્વસ્વ છે, તેમાં ઉતાર-ચઢાવ આવશે, તમે હારી શકો છો છતાં પણ દિલ જીતી શકો છો."
ત્રીજી વખત ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) જીતવાની ભારતીય ક્રિકેટ ટીમની આકાંક્ષાઓ પૂરી થઈ ગઈ કારણ કે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં જીતનો દાવો કર્યો હતો અને તેની છઠ્ઠી વર્લ્ડ કપ ટ્રોફી મેળવી હતી. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે રોહિત શર્માની આગેવાની સાથે મજબૂત શરૂઆત કરી. જો કે, રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા પછી ભારતીય ટીમની ગતિ ધીમી પડી. વિરાટ કોહલી અને કેએલ રાહુલની અડધી સદી હોવા છતાં, ભારતે 50 ઓવરમાં કુલ 240 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયાએ શરૂઆતમાં 7 ઓવરમાં 47/3 પર સંઘર્ષ કર્યો હતો. છતાં, ટ્રેવિસ હેડની માર્નસ લાબુશેન સાથેની ભાગીદારીએ, 192 રન બનાવ્યા, જેણે મેચને સંપૂર્ણપણે બદલી નાખી. ટ્રેવિસ હેડની 137 રનની અદ્ભુત ઈનિંગે મુખ્ય ભૂમિકા ભજવી, ઓસ્ટ્રેલિયાને છઠ્ઠા ODI વર્લ્ડ કપ (World Cup 2023)નો ખિતાબ જીતાડયો.