Ind Vs Pak: ભારત સામે કારમી હાર બાદ મિકી આર્થર થયા નારાજ, આપ્યું આ મોટું નિવેદન

Ind Vs Pak: વર્લ્ડ કપમાં 14 ઓક્ટોબર શનિવારના રોજ યોજાયેલ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી હતી. પાકિસ્તાનના કોચ ગ્રાન્ટ બ્રેડબર્ન અને ટીમ ડાયરેક્ટર મિકી આર્થર (Mickey Arthur) શનિવારે ભારત સામેની વર્લ્ડ કપની મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોએ તેમની સાથે જે રીતે વર્તન કર્યું તેનાથી નારાજ થયા હતા અને મેચ બાદ પાકિસ્તાની ટીમ […]

Share:

Ind Vs Pak: વર્લ્ડ કપમાં 14 ઓક્ટોબર શનિવારના રોજ યોજાયેલ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી હતી. પાકિસ્તાનના કોચ ગ્રાન્ટ બ્રેડબર્ન અને ટીમ ડાયરેક્ટર મિકી આર્થર (Mickey Arthur) શનિવારે ભારત સામેની વર્લ્ડ કપની મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોએ તેમની સાથે જે રીતે વર્તન કર્યું તેનાથી નારાજ થયા હતા અને મેચ બાદ પાકિસ્તાની ટીમ ડાયરેક્ટર મિકી આર્થરે મોટું નિવેદન આપ્યું હતું. 

મિકી આર્થર (Mickey Arthur) અને ગ્રાન્ટ બ્રેડબર્ન બંને સંમત થયા હતા કે તેઓને વિશાળ સમર્થનની અપેક્ષા ન હતી, પરંતુ કોઈ પાકિસ્તાની ચાહકો ન મળ્યા તે ચોક્કસપણે આશ્ચર્યજનક હતું. મિકી આર્થરે આગળ કહ્યું કે તે ICC (Ind Vs Pak) ઈવેન્ટને બદલે BCCI દ્વારા આયોજિત દ્વિપક્ષીય ક્રિકેટ મેચ જેવું લાગ્યું.

વધુ વાંચો: ડિઝની પ્લસ હોટસ્ટાર પર દર્શકોએ રેકોર્ડ તોડયો, જાણો કેટલા કરોડ લોકોએ મેચ જોઈ

મિકી આર્થર (Mickey Arthur)ને જયારે પૂછવામાં આવ્યું કે શું ભારતની તરફેણમાં રહેલી વિશાળ ભીડની પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનમાં કોઈ ભૂમિકા છે, તો તેમણે કહ્યું, “જુઓ, જો હું એમ ન કહીશ તો હું ખોટું બોલીશ. સાચું કહું તો, ભારત અને પાકિસ્તાનની મેચ (Ind Vs Pak) ICC ઈવેન્ટ જેવી નહોતી લાગતી. એવું લાગી રહ્યું હતું કે જાણે દ્વિપક્ષીય સિરીઝની આ મેચ રમાઈ રહી હોય.”

મિકી આર્થરે (Mickey Arthur) મેચ દરમિયાન સંગીતની પસંદગી અંગે પણ ફરિયાદ કરી હતી જે ભારતની તરફેણમાં હતી. તેણે કહ્યું, “મેં માઈક્રોફોનમાંથી એકપણ વાર દિલ-દિલ પાકિસ્તાન સાંભળ્યું નથી. તેથી આ બાબતોની અસર મેચના પરિણામ પર પડે છે પરંતુ હું તેનો બહાના તરીકે ઉપયોગ કરવા માંગતો નથી.”

વધુ વાંચો: વર્લ્ડ કપમાં ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું, રોહિત-ઐયરની હાફ સેન્ચ્યુરી

એવું માનવામાં આવતું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરીફાઈ (Ind Vs Pak) કપરી હશે પરંતુ એવું થયું નહીં. ભારતે પાકિસ્તાનને એકતરફી રીતે 7 વિકેટે હરાવ્યું હતું. મિકી આર્થરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું વર્લ્ડ કપમાં પક્ષપાતી વાતાવરણ હોવું યોગ્ય છે અને તેને મંજૂરી આપવી જોઈએ? આના પર તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે હું ક્યારેય આ અંગે ટિપ્પણી કરી શકું. હું કોઈને દંડ કરાવવા નથી માંગતો.

પાકિસ્તાનના મુખ્ય કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને પણ કંઈક આવું જ કહ્યું હતું. ગ્રાન્ટ બ્રેડબર્ને કહ્યું, “સ્વાભાવિક રીતે એવું જ થવાનું હતું. કારણ કે અમે ખરેખર દુખી છીએ કે અમારા ચાહકો અહીં આવી શક્યા નથી. તેમને વિઝા મળ્યા નથી. તેઓને અહીં આવવું ગમશે અને મને ખાતરી છે કે ભારતીય ક્રિકેટ ચાહકો પણ અમારા ચાહકોને પસંદ કરશે. સાચું કહું તો, તે વર્લ્ડ કપ મેચ (Ind Vs Pak) જેવું લાગ્યું ન હતું.”