World Cup 2023: ટાઈમઆઉટ વિવાદ બાદ શાકીબને મેથ્યુઝના ભાઈએ ધમકી આપતાં કહ્યું- શ્રીલંકામાં આવશે તો પથ્થર ફેંકાશે

World Cup 2023: બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને વર્લ્ડ કપ (World Cup 2023)ની 38મી મેચમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ટાઈમઆઉટ કરી દીધો હતો અને એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ મામલો શાંત થવાને બદલે હવે વધુ વેગ પકડી રહ્યો છે. એન્જેલો મેથ્યુસના ભાઈ ટ્રેવિન મેથ્યુઝે શાકિબ અલ હસનને ધમકી આપી છે […]

Share:

World Cup 2023: બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને વર્લ્ડ કપ (World Cup 2023)ની 38મી મેચમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ટાઈમઆઉટ કરી દીધો હતો અને એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ મામલો શાંત થવાને બદલે હવે વધુ વેગ પકડી રહ્યો છે. એન્જેલો મેથ્યુસના ભાઈ ટ્રેવિન મેથ્યુઝે શાકિબ અલ હસનને ધમકી આપી છે કે શ્રીલંકામાં તેના પર પથ્થર ફેંકવામાં આવશે. 

વધુ વાંચો: Shubman Gill બાબર આઝમને પાછળ ધકેલી નંબર-1 ODI બેટ્સમેન બન્યો

World Cup 2023માં એન્જેલો મેથ્યુઝ ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો

એક અહેવાલ અનુસાર, ટ્રેવિન મેથ્યુઝે કહ્યું, “અમે ખૂબ જ નિરાશ છીએ. બાંગ્લાદેશી કેપ્ટન પાસે ખેલદિલી નથી અને તેણે જેન્ટલમેન રમતમાં માનવતા દાખવી નથી. અમે તેમના કેપ્ટન અને ટીમના બાકીના ખેલાડીઓ પાસેથી ક્યારેય આ પ્રકારની અપેક્ષા રાખી ન હતી. શાકિબ અલ હસનનું શ્રીલંકામાં સ્વાગત નહીં થાય. જો તેઓ અહીં કોઈ ઈન્ટરનેશનલ કે લંકા પ્રીમિયર લીગ મેચ રમવા આવશે તો તેમના પર પથ્થરમારો કરવામાં આવશે અથવા તો તેમને ચાહકોના રોષનો સામનો કરવો પડશે.”

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રીલંકા અને બાંગ્લાદેશ મેચ (World Cup 2023)ની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતી વખતે શ્રીલંકાની ટીમે 24.2 ઓવરમાં સાદિરા સમરવિક્રમાના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ એન્જેલો મેથ્યુઝ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો.

એન્જેલો મેથ્યુઝે પિચ પર તેના હેલ્મેટને થોડું ટાઈટ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેનો પટ્ટો તૂટી ગયો અને તેણે હેલ્મેટ બદલવાનો પ્રયાસ કર્યો હતો અને ટીમમાંથી કોઈને હેલમેટ આપી જવા માટે બોલાવ્યા હતા. આ બધામાં 2 મિનિટથી વધુ સમય વીતી ગયો હતો અને મેથ્યુઝને આખરે ટાઈમઆઉટ આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો: 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, એન્જેલો મેથ્યુઝ ‘ટાઈમઆઉટ’ થયો

વર્લ્ડ કપ (World Cup 2023)માં બેટ્સમેન આઉટ થયા પછી બીજા બેટ્સમેને 2 મિનિટની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર થઈ જવાનું હોય છે. પરંતુ આ કિસ્સામાં 2 મિનિટથી વધુ સમય પસાર થતો જોઈને બાંગ્લાદેશના એક ખેલાડીએ કેપ્ટન શાકિબ અલ હસનને ટાઈમઆઉટ માટે અપીલ કરવા કહ્યું હતું અને કેપ્ટન શકીબે તેમ કર્યું હતું.

અમ્પાયરે જો કે શાકિબ અલ હસન સાથે બે વખત પુષ્ટિ કરી હતી કે શું તે ખરેખર આવું કરવા માંગે છે? જેની શાકિબે પુષ્ટિ કરી હતી. જો કે આ દરમિયાન એન્જેલો મેથ્યુઝે અમ્પાયર અને શાકિબને પોતાની હેલ્મેટની તૂટેલી પટ્ટી પણ બતાવી હતી, પરંતુ બાંગ્લાદેશી કેપ્ટને અપીલ પાછી ખેંચી ન હતી અને આખરે મેથ્યુઝને આઉટ આપવામાં આવ્યો હતો. એન્જેલો મેથ્યુઝે મેદાન પર નબળા નિર્ણયો માટે અમ્પાયરો તેમજ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબની ટીકા કરી હતી.