IND vs PAK: અમદાવાદ પોલીસે વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટો સાથે 4ને ઝડપ્યા

IND vs PAK :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આગામી 14મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન (IND vs PAK) મેચ રમાવાની છે. ક્રિકેટના ચાહકો માટે ભારત-પાકિસ્તાન મેચનું અનેરૂં આકર્ષણ રહ્યું છે. ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો માટે પણ ભારે રસાકસી જોવા મળી રહી છે. સત્તાવાર વેબસાઈટ પરથી જ IND vs PAKની ટિકિટ લેવા અપીલ તેવામાં ભારત-પાકિસ્તાન મેચ […]

Share:

IND vs PAK :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આગામી 14મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન (IND vs PAK) મેચ રમાવાની છે. ક્રિકેટના ચાહકો માટે ભારત-પાકિસ્તાન મેચનું અનેરૂં આકર્ષણ રહ્યું છે. ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો માટે પણ ભારે રસાકસી જોવા મળી રહી છે.

સત્તાવાર વેબસાઈટ પરથી જ IND vs PAKની ટિકિટ લેવા અપીલ

તેવામાં ભારત-પાકિસ્તાન મેચ (IND vs PAK)ની નકલી ટિકિટોના કાળાબજારિયાઓ પણ સક્રિય થયા છે. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઝેરોક્ષ શોપ ખાતે દરોડો પાડ્યો હતો અને ભારત-પાકિસ્તાન મેચની 108 નકલી ટિકિટ અને પ્રિન્ટિંગ માટેના 25 પેજ કબજે કર્યા છે. આ સાથે જ અમદાવાદ પોલીસે લોકોને સત્તાવાર વેબસાઈટ પરથી જ ટિકિટ મેળવવા અપીલ કરી હતી. 

ક્રિકેટના રસિકો ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચ (IND vs PAK) સ્ટેડિયમમાં બેસીને જોવા માટે આતુર હોય છે તેવામાં ટિકિટના બુકિંગ ફુલ થઈ જવાથી નકલી ટિકિટોનું કાળા બજાર કરનારા લોકોને કમાણીની તક મળી ગઈ છે. આવા લેભાગુ તત્વો નકલી ટિકિટ બનાવીને સોશિયલ મીડિયામાં તેનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોય છે. અમદાવાદની એક વ્યક્તિને પોતે આ પ્રકારે ખરીદેલી ટિકિટ નકલી હોવાની જાણ થતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો હતો. 

વધુ વાંચો: વર્લ્ડ કપની ભારત – પાકિસ્તાન મેચ પહેલા આ હોટેલ અને એરલાઈન્સ સ્ટોક પર સૌની નજર

નકલી ટિકિટ 3 લાખ રૂપિયામાં વેચી

અમદાવાદ પોલીસે ભારત-પાકિસ્તાન મેચ (IND vs PAK)ની નકલી ટિકિટો છાપવા મામલે 4 લોકોની ધરપકડ કરી છે તેમાં જૈમિન પ્રજાપતિ આ સમગ્ર કેસનો મુખ્ય આરોપી છે. તેણે કુશ મીણા અને રાજવીર ઠાકુર સાથે મળીને નકલી ટિકિટો છાપી હતી. આ કેસના અન્ય આરોપીનું નામ ધ્રુમીલ મીણા છે. 

પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમણે કુલ 200 નકલી ટિકિટો છાપી હતી. તે પૈકીની 40 ટિકિટ ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વેચી નાખી હતી. જ્યારે 50 ટિકિટો સરગાસણની એક વ્યક્તિને 3 લાખ રૂપિયામાં વેચાણથી આપી હતી. ઝેરોક્ષ અને પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા કુશ મીણાને કડીના એક મિત્ર પાસેથી અસલી ટિકિટ લાવીને બતાવવામાં આવી હતી. તેણે ટિકિટ સ્કેન કરી ફોટોશોપ એપ્લિકેશનથી અસલી જેવી ટિકિટ બનાવી પ્રિન્ટ તૈયાર કરી હતી અને ચારેયે શોર્ટકટમાં પૈસા કમાવા માટે ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટો વેચવાનું નક્કી કર્યું હતું. 

વધુ વાંચો: શું પાકિસ્તાન સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને ઉતરશે ટીમ ઈન્ડિયા? જાણો આ દાવા પાછળનું સત્ય

ભારત-પાકિસ્તાન મેચ (IND vs PAK)ની 2 હજાર રૂપિયાની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધીમાં વેચાઈ રહી છે. જો તમે કોઈ અન્ય માધ્યમ દ્વારા ટિકિટ ખરીદી હોય તો તે નકલી નથી ને તેની તપાસ કરવી જરૂરી બની જાય છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે ટિકિટની તપાસ માટે 4 સુરક્ષા સુવિધા વિશે માહિતી આપી હતી.

ભારત-પાકિસ્તાન મેચ (IND vs PAK)ની ટિકિટમાં ડાયનેમિક કલર-ઈન્ફ્યુઝ્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે માટે તે સહેજ ફાટી જાય કે તેની સાથે ચેડા કરવામાં આવે તો અલગ ગુલાબી રંગ દેખાય છે. ટિકિટમાં ટેમ્પર-એવિડન્ટ વોઈડ ઈન્ડીકેટર હોવાથી કોઈ પણ ફેરફાર કરવામાં આવે તે સરળતાથી દેખાઈ જાય છે. 

ભારત-પાકિસ્તાન મેચ (IND vs PAK)ની ટિકિટમાં માઈક્રોસ્કોપિક સિક્યોરિટી લેન પણ છે જે ટિકિટની અધિકૃતતામાં વધારો કરે છે. સાથે જ દરેક ટિકિટમાં એક પર્સનલાઈઝ્ડ બારકોડ પણ છે.