WWCમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે જ અંતિમ પંઘાલે 2024 પેરિસ ઓલમ્પિકની ટિકિટ પણ હાંસલ કરી

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2023માં યુવા ભારતીય પહેલવાન અંતિમ પંઘાલે બ્રોન્ઝ મેડલ સાથે શાનદાર જીત હાંસલ કરી છે. સ્વીડનની એમ્મા જોના ડેનિસ માલ્મગ્રેનને હરાવીને અંતિમ પંઘાલ વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી છઠ્ઠી ભારતીય મહિલા બની છે. આ સાથે જ અંતિમ પંઘાલ પેરિસ ઓલમ્પિક 2024માં સામેલ થનારી (પુરૂષ અને મહિલા) પ્રથમ ભારતીય પહેલવાન પણ બની છે.  અંતિમ […]

Share:

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2023માં યુવા ભારતીય પહેલવાન અંતિમ પંઘાલે બ્રોન્ઝ મેડલ સાથે શાનદાર જીત હાંસલ કરી છે. સ્વીડનની એમ્મા જોના ડેનિસ માલ્મગ્રેનને હરાવીને અંતિમ પંઘાલ વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી છઠ્ઠી ભારતીય મહિલા બની છે. આ સાથે જ અંતિમ પંઘાલ પેરિસ ઓલમ્પિક 2024માં સામેલ થનારી (પુરૂષ અને મહિલા) પ્રથમ ભારતીય પહેલવાન પણ બની છે. 

અંતિમ પંઘાલે સ્વીડનની પહેલવાનને આપી માત

અંતિમ પંઘાલે સ્વીડનની એમ્મા જોના માલ્મગ્રેન સામે જીતીને ચેમ્પિયનશિપમાં ભારત માટે પ્રથમ મેડલ સુરક્ષિત કર્યો હતો. આ સાથે જ અંતિમ પંઘાલે 53 કિગ્રા વર્ગમાં પેરિસ ઓલમ્પિક માટે પોતાનું સ્થાન પણ પાક્કું કર્યું છે. સ્વીડનની એમ્મા જોના ડેનિસ માલ્મગ્રેન સામે જીતીને 19 વર્ષીય અંતિમ પંઘાલ વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી છઠ્ઠી ભારતીય મહિલા ખેલાડી બની છે. 

અગાઉ ગીતા ફોગાટ (2012), બબીતા ફોગાટ (2012), પૂજા ઢાંડા (2018), વિનેશ ફોગાટ (2019) અને અંશુ મલિક (2021, રજત)એ ભારત માટે વિશ્વ ચેમ્પિયનશિપમાં મેડલ મેળવ્યા છે. ઉચ્ચ સ્કોરિંગ મુકાબલામાં અંતિમ પંઘાલને ટેક્નિકલ પ્રેફરન્સના આધારે વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. 

મોટા અંતરથી વિજય

અંતિમ પંઘાલે આ મુકાબલામાં 16-6ના મોટા અંતરથી વિજય મેળવ્યો છે. અગાઉ અંતિમ પંઘાલે એશિયન ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનશિપ ટ્રાયલ માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના પહેલા અંતિમ પંઘાલ ગોલ્ડ મેડલની રેસમાં થોડાક અંતરથી ચૂકી ગઈ હતી. અંતિમ પંઘાલે ત્વરિત પુશ-આઉટ પોઈન્ટ બાદ 5-0ની અગ્રતા મેળવી હતી. 

વિનેશ ફોગાટની કેટેગરમાં વધી રહી છે આગળ

માલ્મગ્રેને ટેક-ડાઉન મૂવનો ઉપયોગ કરીને અંતિમ પંઘાલને દબાવી દીધી હતી પરંતુ અંતિમ તેની પકડમાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી. અંતિમ પંઘાલ વિનેશ ફોગાટની કેટેગરીમાં જ આગળ વધી રહી છે. જોકે તે આગળ પણ 53 કિગ્રા કેટેગરીમાં જ રમશે તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. 

અંતિમ પંઘાલ અને એમ્મા જોન્ના માલ્મગ્રેન વચ્ચેનો વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપનો આ મુકાબલો ખૂબ જોરદાર અને નર્વસ કરનારો હતો. તેમાં આંતરરાષ્ટ્રીય કુસ્તીની સર્વશ્રેષ્ઠતા જોવા મળી હતી. અંતિમ પંઘાલે પ્રદર્શનમાં ધૈર્ય, દૃઢ સંકલ્પ અને સૌથી કઠિન મંચ પર પ્રદર્શન કરવાની ઈચ્છાશક્તિ દર્શાવી. 

સ્વીડિશ પહેલવાનના દરેક હુમલાનો અંતિમ પંઘાલે ચતુરાઈથી જવાબ આપ્યો હતો. તે જ્યારે માલ્મગ્રેનને સંપૂર્ણપણે ગતિહીન કરવામાં કામયાબ રહી ત્યારે વિજયની ક્ષણ આવી હતી. અંતિમ પંઘાલ હવે એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે ઉતરશે. એશિયન ગેમ્સની સત્તાવાર શરૂઆત 23મી સપ્ટેમ્બરથી થશે. આ વખતે ચીનના હાંગઝાઉ ખાતે એશિયન ગેમ્સ રમાશે.