ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલની અદ્ભુત સફર

યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટની પોતાની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમ માટે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. મુશ્કેલ ગણાતી પિચમાં પણ તેણે સદી ફટકારી હતી. આ કમાલ કરી બતાવનાર ખેલાડીની સંઘર્ષ ગાથા પ્રેરણાદાયી છે. તમને જાણીને નવાઈ લાગશે કે યશસ્વીએ એક સમયે પોકેટ મની કમાવવા માટે રસ્તા પર ‘પાણીપુરી’ વેચી હતી. જો કે, તેની […]

Share:

યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટની પોતાની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમ માટે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. મુશ્કેલ ગણાતી પિચમાં પણ તેણે સદી ફટકારી હતી. આ કમાલ કરી બતાવનાર ખેલાડીની સંઘર્ષ ગાથા પ્રેરણાદાયી છે. તમને જાણીને નવાઈ લાગશે કે યશસ્વીએ એક સમયે પોકેટ મની કમાવવા માટે રસ્તા પર ‘પાણીપુરી’ વેચી હતી. જો કે, તેની પ્રથમ  ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા માટે તેની પસંદગી થઈ ત્યારે તેના ક્રિકેટ રમવાની કુશળતાથી ભારતે આ મેચમાં વિજય મેળવ્યો હતો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના અદભુત પ્રદર્શનના આધારે તેને આ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં યશસ્વી જયસ્વાલે તેના ક્રિકેટ રમવાના અદ્ભુત કૌશલ્યનો પરિચય આપી સૌને ચોંકાવી દીધા છે. તેણે આ મેચમાં સદી ફટકારી હતી. તેણે કેપ્ટન રોહિત શર્મા સાથે 229 રનની શાનદાર ભાગીદારી કરીને ભારતને ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જીત અપાવી હતી. રોહિત  શર્મા તેની આ ઈનિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો. તે આ મેચમાં સદી ફટકારનાર 17મો ભારતીય ખેલાડી બન્યો. તેણે પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા. તેણે 387 બોલમાં 171 રન કરીને આ ઇનિંગમાં અનેક રેકોર્ડ તોડ્યા હતા.

માત્ર 21 વર્ષની ઉંમરે, યશસ્વી જયસ્વાલ તેના ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂમાં 150 રન બનાવનાર પાંચમો સૌથી યુવા ખેલાડી બન્યો. તેમજ તે ટેસ્ટ મેચમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર સાતમો ભારતીય પણ બન્યો હતો. વધુમાં, તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂમાં સૌથી વધુ બોલ રમીને મોહમ્મદ અઝહરુદ્દીનના રેકોર્ડને તોડી દીધો હતો.

આ ક્ષણ યશસ્વી જયસ્વાલ અને તેમના પરિવાર માટે ખુબ જ મહત્વપૂર્ણ હતી. તેણે સવારે 4:30 વાગ્યે મેચ જીત્યા પછી તરત જ તેના પિતાને ફોન કરીને જણાવ્યું, તેણે મેચમાં સદી ફટકારી છે અને ભારત મેચ જીતી ગયું છે. તેમના પિતા પોતાના પુત્રની સફળતા વિશે જાણીને ખબૂ જ ભાવુક થઇ ગયા હતા. તેમના પિતા ભૂપેન્દ્ર, જેમને એક નાની પેઇન્ટની દુકાન છે, તેઓએ ગર્વની લાગણી અનુભવી અને પોતાની ખુશી વ્યક્ત કરી.

મેચ જીત્યા પછી, યશસ્વી જયસ્વાલે પ્લેયર-ઓફ-ધ-મેચ એવોર્ડ મેળવવા બદલ તેમની ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની માત્ર શરૂઆત છે અને આગળ ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપતો રહેશે.

યશસ્વી જયસ્વાલનું આ અદભુત પ્રદર્શન વિશ્વભરના યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. પોતાની પ્રતિભા અને દૃઢ નિશ્ચયથી તેણે સાબિત કરી બતાવ્યું છે કે સખત મહેનત અને ક્રિકેટ પ્રત્યેના તેના સમર્પણથી સપના સાકાર થઈ શકે છે.