Angelo Mathewsએ ટાઈમ આઉટ કરવા માટે બાંગલાદેશ અને શાકિબની ટીકા કરી કહ્યું- અન્ય કોઈ ટીમે આવું શરમજનક કૃત્ય ન કર્યું હોત

Angelo Mathews: શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની મેચમાં ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. એન્જેલો મેથ્યુઝને એક પણ બોલ રમ્યા વગર ક્રિઝ પરથી પેવેલિયન પરત ફરવું પડયું હતું. એન્જેલો મેથ્યુઝ (Angelo Mathews)ને ટાઈમ આઉટ કરાવવામાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મોટી ભૂમિકા ભજવી હતી. એન્જેલો મેથ્યુઝે શાકિબની આ ક્રિયાને શરમજનક ગણાવી […]

Share:

Angelo Mathews: શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની મેચમાં ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. એન્જેલો મેથ્યુઝને એક પણ બોલ રમ્યા વગર ક્રિઝ પરથી પેવેલિયન પરત ફરવું પડયું હતું. એન્જેલો મેથ્યુઝ (Angelo Mathews)ને ટાઈમ આઉટ કરાવવામાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મોટી ભૂમિકા ભજવી હતી. એન્જેલો મેથ્યુઝે શાકિબની આ ક્રિયાને શરમજનક ગણાવી હતી. 

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં એન્જેલો મેથ્યુઝે કહ્યું હતું કે હું સમય બગાડતો ન હતો શાકિબ અને બાંગ્લાદેશની આ ક્રિયા ખૂબ જ શરમજનક છે અને તેને નથી લાગતું કે અન્ય કોઈ ટીમે આવું કર્યું હશે કે કર્યું હોત.

વધુ વાંચો:  146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, એન્જેલો મેથ્યુઝ ‘ટાઈમઆઉટ’ થયો

Angelo Mathewsને ટાઈમ આઉટ કરવામાં આવ્યો

એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ ઘટના શ્રીલંકાની ઈનિંગ્સની 25મી ઓવરમાં બની હતી. એન્જેલો મેથ્યુઝ (Angelo Mathews) નિર્ધારિત સમયમાં ક્રિઝ પર પહોંચી ગયો હતો. 

તે ક્રીઝ પર પહોંચ્યો અને હેલ્મેટ પહેરવા લાગ્યો કે તરત જ હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો હતો. તેણે ડ્રેસિંગ રૂમમાંથી બીજું હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો હતો પણ તેમાં બે મિનિટથી વધુ સમય લાગ્યો હતો. આ દરમિયાન, શાકિબે એન્જેલો મેથ્યુઝ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો.

શ્રીલંકાના ઓલરાઉન્ડરે એમ પણ કહ્યું કે તેની ટીમ પાસે વીડિયો પુરાવા છે કે તે સમયસર ક્રિઝ પર પહોંચી ગયો હતો અને અમ્પાયરે તેને આઉટ આપતા પહેલા ટેક્નોલોજીની મદદ લેવી જોઈતી હતી.

વધુ વાંચો: Virat Kohliએ જન્મદિવસે જ 49મી સદી ફટકારી વન-ડે ક્રિકેટમાં સચિનના રેકોર્ડની કરી બરાબરી

એન્જેલો મેથ્યુઝે (Angelo Mathews) કહ્યું હતું કે, “હું આજથી પહેલા શાકિબ અને બાંગ્લાદેશનું ખૂબ સન્માન કરતો હતો પરંતુ હવે એવું નથી. હું કોઈ સમય નહોતો બગાડતો. બધા જોઈ શકતા હતા કે હું ક્રિઝ પર હતો પરંતુ મારા હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો હતો. શાકિબ અને બાંગ્લાદેશનું કૃત્ય અત્યંત શરમજનક છે. જો તેઓ આ રીતે ક્રિકેટ રમવા માંગતા હોય તો તે ખૂબ જ શરમજનક છે. મને નથી લાગતું કે અન્ય કોઈ ટીમે આવું કર્યું હશે. મેં તેને અપીલ પાછી ખેંચી લેવા પણ કહ્યું હતું પરંતુ તેણે ના પાડી દીધી હતી.”

આ મામલે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબે કહ્યું કે તેને તેના નિર્ણય અંગે કોઈ પસ્તાવો નથી કારણ કે તે નિયમો મુજબ જ  હતો. જ્યારે રમત અટકી ગઈ ત્યારે એક ફિલ્ડર મારી પાસે આવ્યો અને મને કહ્યું કે આપણે અમ્પાયરને અપીલ કરવી જોઈએ કારણ કે ઘણો સમય થઈ ગયો છે. અમે આ કર્યું અને અમ્પાયરે તેને આઉટ આપ્યો.