IPL 2024: 'નહીં તો તમે ઘણી અસમાનતા જોશો', IPL 2024ની હરાજી પહેલાં અનિલ કુંબલેની ફ્રેન્ચાઈઝીસને ચેતવણી

મંગળવારે આઈપીએલ 2024ની હરાજી થવા જઈ રહી છે. નવા નામો પણ આ વખતે સામેલ છે અને તેમના પર પણ બોલી લાગી શકે છે. ત્યારે અનિલ કુંબલેએ પ્લેયર્સ પર ખર્ચ થતા રુપિયા વિશે વાત કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • હરાજી પહેલાં અનિલ કુંબલેએ ફ્રેન્ચાઈઝીસ માટે કરી વાત
  • પ્લેયર્સ પર આટલા બધા રુપિયા ખર્ચ ન કરવા જોઈએ
  • મને લાગતુ નથી કે કોઈ પ્લેયર 20 કરોડ પાર કરે

IPL 2024:  IPL 2024ની હરાજીનો સમય નજીક છે. જો કે, આ એક તમાશો બની ગયો હોય એવું લાગી રહ્યું છે. 2022માં પણ તમામ ફ્રેન્ચાઈઝીસ વચ્ચે વોર જોવા મળ્યું હતું. ત્યારે આ પહેલાં ચાર પ્લેયર્સ એવા છે કે, જેઓ 15 કરોડનો આંકડો પાર કરી ગયા છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ  સ્ટાર્ક સૌથી મોંઘો વેચાય એવુ અનુમાન છે. કેટલાંક લોકોનું કહેવું છે કે તે 20 કરોડનો આંકડો પાર કરી શકે છે. 

કુંબલેએ આ વાત કરી 
જો કે, ભારતના મહાન સ્પિનર અને પંજાબ કિંગ્સના પૂર્વ મુખ્ય કોચ અનિલ કુંબલેનું કહેવું છે કે, ટીમે પ્લેયર્સ પર આટલા બધા રુપિયા ખર્ચ ન કરવા જોઈએ. મને નથી લાગતુ કે 20 કરોડ રુપિયાનો આંકડો પાર થાય. મને લાગે છે કે, 25 ખેલાડીઓની ટીમમાં 8 વિદેશી પ્લેયર્સ છે. વિદેશી પ્યેલર્સ માટે પર્સ પણ એક તૃત્યાંશ હોવું જોઈએ. નહીં તો હરાજીમાં તમને ઘણી બધી અસમાનતા જોવા મળશે. 

બેન્ચમાર્ક તરીકે જુઓ 
હું સારી રીતે જાણું છું કે જે હું કહી રહ્યો છું એનાથી વિદેશી પ્રશંસકોને ખુશી નહીં થાય. પણ મને લાગે છે કે, એ મહત્વનુ છે કે તમે આને એક બેન્ચમાર્ક તરીકે જુઓ. અનિલ કુંબલેએ આગળ વાત કરતા જણાવ્યું કે, તમારી પાસે એક અલગ વિદેશી પર્સ છે. નહીં તો તમે ટીમમા 50-60 ટકાની અસમાનતા જોશો. જ્યાં તમારી પાસે માત્ર ચાર જ પ્લેયર્સનો વિકલ્પ છે. ભારતના આઠ ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. 

250 કરોડ દાવ પર 
મહત્વનું છે કે, મંગળવારે થવા જઈ રહેલા આયોજનમાં 77 સ્લોટ માટે રુપિયા 250 કરોડ દાવ પર છે. એવું પહેલીવાર બન્યુ છે કે, હરાજી ભારતની બહાર રાખવામાં આવી હોય. દુબઈમાં આ હરાજી થશે. આ વખતે હરાજીમાં કેટલાંક નવા નામો પણ છે. જેમના પર બોલી લાગશે.