World Cup 2023: ભારત-ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન આ યુવા ક્રિકેટ ચાહકથી અનુરાગ ઠાકુર પ્રભાવિત થયા

World Cup 2023: હિમાચલ પ્રદેશના ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં અનુરાગ ઠાકુર (Anurag Thakur)ને એક યુવા ક્રિકેટ ચાહક દ્વારા પકડી રાખેલા હૃદયસ્પર્શી પ્લેકાર્ડને જોઈને દંગ રહી ગયા હતા. તેઓ પ્રેરણાદાયી પ્લેકાર્ડથી એટલા પ્રભાવિત થયા કે […]

Share:

World Cup 2023: હિમાચલ પ્રદેશના ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં અનુરાગ ઠાકુર (Anurag Thakur)ને એક યુવા ક્રિકેટ ચાહક દ્વારા પકડી રાખેલા હૃદયસ્પર્શી પ્લેકાર્ડને જોઈને દંગ રહી ગયા હતા. તેઓ પ્રેરણાદાયી પ્લેકાર્ડથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તે છોકરા માટે એક મેસેજ પોસ્ટ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) X પર જઈને ઈર્યાક્ષ અગ્રવાલ નામના છોકરાની તસવીર શેર કરી. તસવીરમાં, તે એક પ્લેકાર્ડ પકડેલો જોવા મળી રહ્યો છે જેમાં લખ્યું છે, ”એક દિવસ હું ભારત માટે રમીશ. મને યાદ રાખજો.” કેન્દ્રીય મંત્રીએ છોકરાના ઉત્સાહ અને ભવિષ્યમાં ભારત માટે ક્રિકેટ રમવાના તેના સંકલ્પની પ્રશંસા કરી.

તસવીર શેર કરતાં અનુરાગ ઠાકુરે (Anurag Thakur) લખ્યું, ”યુવાન ઈર્યાક્ષ અગ્રવાલના નિશ્ચય અને સપનાને જોઈને ખૂબ જ આનંદ થયો. પ્લેકાર્ડથી પિચ સુધી તમારા સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છીએ! તમારા સપનાઓને આગળ વધારો અને સાથે મળીને આપણે તેમને વાસ્તવિકતા બનતા જોઈશું!”

વધુ વાંચો: 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય

ઈન્ટરનેટ યુઝર્સ પણ આ છોકરાના આત્મવિશ્વાસ અને નિશ્ચયથી પ્રભાવિત થયા હતા. એક યુઝરે કહ્યું, ”ચોક્કસપણે તમે ઈન્ડિયા લિટલ ચેમ્પ માટે રમશો સખત મહેનત કરતા રહો. ભગવાન તમારું ભલું કરે.”

અન્ય એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું, ”યુવાન ઈર્યાક્ષ અગ્રવાલના અતૂટ નિશ્ચય અને આકાંક્ષાઓને જોઈને ખરેખર આનંદ થાય છે. અમે તમારા સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, તમને પ્લેકાર્ડ પકડવાથી લઈને પિચ પર રમવા સુધીની પ્રગતિ જોઈ રહ્યા છીએ. તમારા સપનાને પોષો અને સાથે મળીને આપણે તેમને વાસ્તવિકતામાં ખીલતા જોઈશું!” ત્રીજાએ કહ્યું, ”મોટા સપના જોવા માટે આપણને તેમના જેવા વધુ બાળકોની જરૂર છે.”

અનુરાગ ઠાકુરે ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ગળે લગાવ્યા હતા. તેમણે આનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, ”ચેમ્પિયન વાઈબ્સ! ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર વર્લ્ડ કપ (World Cup 2023) જીત બાદ દિગ્ગજ રોહિત શર્મા સાથે ઉજવણી!”

વધુ વાંચો:Asian Para Games 2023: પ્રાચી યાદવે દેશને પ્રથમ મેડલ અપાવ્યો

ઉલ્લેખનીય છે કે, ભારતે રવિવારે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2023)માં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. મોહમ્મદ શમીએ પાંચ વિકેટ (54 રનમાં 5 વિકેટ) લીધી હતી. ન્યૂઝીલેન્ડે ડેરિલ મિચેલની સદીના દમ પર 273 રનનો સ્કોર બનાવ્યો હતો. રોહિત શર્માના 46 રનોએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. વિરાટ કોહલીના 95 રનની મદદથી આ મેચ જીતવામાં મદદ મળી હતી. ભારતે 48 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.