એશિયન ગેમ્સમાં અનુષ અગ્રવાલાએ હોર્સ રાઈડિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતના અનુષ અગ્રવાલાએ 28 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં હોર્સ રાઈડિંગ સ્પર્ધામાં વધુ એક મેડલ મેળવ્યો હતો. તેણે ડ્રેસેજ ઈન્ડિવિજ્યુઅલ ઈન્ટરમીડિયેટ ફ્રીસ્ટાઈલમાં 73.030 પોઈન્ટ સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હોર્સ રાઈડિંગમાં ભારત માટે આ પહેલો વ્યક્તિગત મેડલ પણ છે. મલેશિયાના ફાથિલ મહામદે 75.780 સ્કોર સાથે ગોલ્ડ મેડલ અને હોંગકોંગની જેકલીન વિંગ યિંગે 73.450 […]

Share:

ભારતના અનુષ અગ્રવાલાએ 28 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં હોર્સ રાઈડિંગ સ્પર્ધામાં વધુ એક મેડલ મેળવ્યો હતો. તેણે ડ્રેસેજ ઈન્ડિવિજ્યુઅલ ઈન્ટરમીડિયેટ ફ્રીસ્ટાઈલમાં 73.030 પોઈન્ટ સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હોર્સ રાઈડિંગમાં ભારત માટે આ પહેલો વ્યક્તિગત મેડલ પણ છે. મલેશિયાના ફાથિલ મહામદે 75.780 સ્કોર સાથે ગોલ્ડ મેડલ અને હોંગકોંગની જેકલીન વિંગ યિંગે 73.450 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડી હૃદય ચેડ્ડા પણ મેડલ સ્પર્ધા માટે ક્વોલિફાય થયો હતો, પરંતુ તે બહાર થઈ ગયો હતો.

અનુષ અગ્રવાલાએ ભારતને ઘોડેસવારીમાં પ્રથમ વ્યક્તિગત મેડલ અપાવ્યો

ક્વોલિફાઈંગમાં, હૃદય ચેડ્ડા 73.883ના કુલ સ્કોર સાથે ચાર્ટમાં ટોચ પર હતો, જ્યારે અનુષ અગ્રવાલાએ તેના એટ્રો ઘોડા પર સવારી કરતા ફાઈનલમાં આગળ વધવા માટે કુલ 71.706 સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યો હતો. દિવ્યકૃતિ સિંહ પણ આ સ્પર્ધામાં હતી પરંતુ તે ક્વોલિફાઈંગ માર્કથી ચુકી ગઈ હતી અને તે 67.676ના કુલ સ્કોર સાથે 11મા સ્થાને રહી હતી.

ડ્રેસેજ ટુર્નામેન્ટમાં એશિયાની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો. તે કિસ્સામાં, દસ કલાકની સખત લડત પછી, ભારતીય ટીમે 209.205 પોઈન્ટ મેળવ્યા હતા. ચીન, જે આ શ્રેણીમાં સૌથી મજબૂત ટીમ છે, તેણે 204.882 પોઈન્ટ બનાવ્યા હતા. ચીનની સાથે સાથે ભારતીય યુવાઓએ ગોલ્ડ મેડલની દાવેદાર જાપાનની ટીમને પણ હરાવી હતી. હોર્સ રાઈડિંગ એ ભારતમાં બહુ લોકપ્રિય રમત નથી. 

એશિયન ગેમ્સમાં 41 વર્ષ બાદ ભારતે ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો

અનુષ અગ્રવાલા, હૃદય ચેડ્ડા, દિવ્યકૃતિ સિંહ અને સુદીપ્તિ હજેલાની બનેલી ભારતીય ટીમે ડ્રેસેજમાં 209.205નો વિશાળ સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 41 વર્ષ બાદ હોર્સ રાઈડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 1982 પછી પહેલીવાર હોર્સ રાઈડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.  

અનુષ અગ્રવાલા અને તેના ઘોડા એટ્રોએ 71.088નો મહત્તમ સ્કોર બનાવ્યો જ્યારે હૃદય ચેડ્ડા-એમરાલ્ડે 69.941નો સ્કોર કર્યો. દિવ્યકૃતિ સિંહ-એડ્રેનાલિન ફિરદોદે 68.176નો સ્કોર કર્યો. સુદીપ્તિ હજેલા-ચિન્સકીએ 66.706નો સ્કોર કર્યો હતો.

ભારતે 209.205ના સ્કોર સાથે પૂર્ણ કર્યું જે બીજા સ્થાને રહેલા ચીનના 204.882 સ્કોર કરતા નોંધપાત્ર રીતે વધારે હતું. અનુષ અગ્રવાલાએ 71.088 ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડ્રેસેજમાં ટીમ ગોલ્ડ બાદ અનુશ અગ્રવાલા અને તેના ઘોડા એટ્રોનો આ બીજો મેડલ છે જ્યારે હૃદય ચેડ્ડાએ 69.941 અને દિવ્યકૃતિ સિંહે 68.176નો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમ ચીનથી 4.5 પોઈન્ટ્‌સ આગળ રહી હતી.

હોર્સ રાઈડિંગ પહેલા ભારતે સેલિંગમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. મેન્સ હોકીમાં ભારતે સિંગાપોરને 16-1ના મોટા માર્જિનથી હરાવ્યું હતું. સ્ક્વોશમાં મહિલા ખેલાડીઓએ પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું અને સ્ક્વોશના પુરૂષ વર્ગમાં પણ ભારતે 3-0થી જીત મેળવી હતી.