એશિયા કપઃ કેન્ડી ખાતે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ પહેલા હળવાશની પળોમાં જોવા મળ્યા ખેલાડીઓ

ક્રિકેટ રસિકો જેની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવી 2 સપ્ટેમ્બરના રોજ રમાનારી પાકિસ્તાન સામેની એશિયા કપ ઓપનર મેચ પહેલા ભારતીય ક્રિકટ ટીમના ખેલાડીઓએ ગુરૂવારે શ્રીલંકાના કેન્ડી ખાતે હળવાશની પળો માણી હતી. ખેલાડીઓએ એક દિવસ માટે આનંદ માણીને તેમની જાતને આગામી ટુર્નામેન્ટ માટે માનસિક રીતે તૈયાર કર્યા હતા. મોહમ્મદ શમીએ શેર કર્યો ફોટો ત્યારે […]

Share:

ક્રિકેટ રસિકો જેની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવી 2 સપ્ટેમ્બરના રોજ રમાનારી પાકિસ્તાન સામેની એશિયા કપ ઓપનર મેચ પહેલા ભારતીય ક્રિકટ ટીમના ખેલાડીઓએ ગુરૂવારે શ્રીલંકાના કેન્ડી ખાતે હળવાશની પળો માણી હતી. ખેલાડીઓએ એક દિવસ માટે આનંદ માણીને તેમની જાતને આગામી ટુર્નામેન્ટ માટે માનસિક રીતે તૈયાર કર્યા હતા.

મોહમ્મદ શમીએ શેર કર્યો ફોટો

ત્યારે સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર સાથી ખેલાડીઓ સાથેની હળવાશની પળોનો અંગત ફોટો શેર કર્યો હતો. તસવીરમાં મોહમ્મદ શમી સહિત કુલ 5 ખેલાડીઓ જોવા મળી રહ્યા છે જેમાં પેસ સેન્સેશન મોહમ્મદ સિરાજ, આશાસ્પદ યુવા પ્રતિભા તિલક વર્મા, પારંગત બેટર સૂર્યકુમાર યાદવ અને બહુમુખી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. 

ઓપનિંગ મેચમાં કેએલ રાહુલની ગેરહાજરી

મોહમ્મદ શમીએ આ તસવીર શેર કરીને કેપ્શનમાં આજે કેન્ડી ખાતે દોસ્તો સાથે આનંદ અને આરામનો દિવસ એમ લખ્યું હતું. સાથે જ આ ટોળકી સાથે ફરી રમવા ઉત્સુક હોવાની લાગણી દર્શાવી હતી. જોકે પાકિસ્તાન સામેની મેચમાં તેઓ સ્ટાર બેટર કેએલ રાહુલની ગેરહાજરી અનુભવશે. 

એશિયા કપ 2023 પહેલાથી જ ભારતીય ટીમને કેએલ રાહુલ રમી શકશે કે નહીં તેની ચિંતા હતી. ત્યારે હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે જ કેએલ રાહુલ પહેલી 2 મેચ નહીં રમી શકે તે વાતની પુષ્ટી કરી છે. બેંગલુરૂ ખાતે એશિયા કપના ટ્રેઈનિંગ કેમ્પ દરમિયાન રાહુલ દ્રવિડે આ અંગે સ્પષ્ટતા કરી હતી. 

આ કારણે સ્પષ્ટ થઈ ગયું છે કે, વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પાકિસ્તાન અને નેપાળ સામેની 2 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાનારી મેચમાં નહીં જોવા મળે. કેએલ રાહુલ જૂની ઈજામાંથી તો બેઠા થઈ ગયા છે પણ એક સામાન્ય અડચણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કેએલ રાહુલના સ્થાને ઈશાન કિશનને તક મળે તેવી શક્યતા જણાઈ રહી છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર 

એશિયા કપની શરૂઆત મુલતાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની પ્રથમ મેચથી થઈ હતી. જોકે ટુર્નામેન્ટની ઘણી મોટી મેચો શ્રીલંકામાં યોજાવાની છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર સૌથી મહત્વપૂર્ણ છે. આ મેચ 2 સપ્ટેમ્બરને શનિવારના રોજ શ્રીલંકાની મધ્યમાં આવેલા શહેર કેન્ડીમાં થવાની છે. આ મેચ પહેલા ગુરુવારે સાંજે લગભગ 4 વાગ્યા પછી કેન્ડીમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી. ત્યારે શુક્રવાર સુધીમાં આ સ્થિતિ વધુ વણસી શકે તેવી શક્યતા જણાઈ રહી છે.