Asian Champions Trophy : ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલમાં જાપાનને હરાવીને 4-0થી ગોલ્ડ મેડલ જીત્યો

Asian Champions Trophy: ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ જીત્યો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે દેશની દીકરીઓએ એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ […]

Share:

Asian Champions Trophy: ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ જીત્યો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે દેશની દીકરીઓએ એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મળતી માહિતી મુજબ રવિવારે રાંચીના મારંગ ગોમકે સ્થિત જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં ફાઈનલ (Asian Champions Trophy) રમાઈ હતી. જીત બાદ હોકી ઈન્ડિયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી કે દરેક ખેલાડીને ઈનામ તરીકે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.

વધુ વાંચો: Virat Kohliએ જન્મદિવસે જ 49મી સદી ફટકારી વન-ડે ક્રિકેટમાં સચિનના રેકોર્ડની કરી બરાબરી

ભારતે બીજા હાફમાં પણ આક્રમક પ્રદર્શન જારી રાખ્યું હતું

જ્યારે પ્રથમ હાફના અંતે ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી, ત્યારે બીજા હાફમાં પણ ટીમની આક્રમક રમત ચાલુ રહી હતી. જેના કારણે જાપાનની ટીમ માટે આ મેચમાં પુનરાગમન કરવું બિલકુલ સરળ ન હતું. ભારત માટે બીજો ગોલ નેહાએ રમતની 46મી મિનિટે કર્યો હતો, જ્યારે ત્રીજો ગોલ લાલરેમસિયામીએ 57મી મિનિટે કર્યો હતો. 60મી મિનિટે વંદના કટિયારે આ મેચમાં ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. આ વખતે, ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં (Asian Champions Trophy) તેની તમામ સાત મેચ જીતી લીધી છે. આ જીત પર વડાપ્રધાન મોદીએ ટીમને શુભેચ્છા પણ પાઠવી.

દીપ ગ્રેસ એક્કાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો 

ભારતે 57મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ત્રીજો ગોલ કર્યો હતો. 60મી મિનિટે વંદના કટારિયાએ ફિલ્ડ ગોલ કરીને ટીમને 4-0થી વિજય અપાવ્યો હતો. ભારતની દીપ ગ્રેસ એક્કાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે ઝારખંડની સંગીતા કુમારીને રાઇઝિંગ સ્ટારનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો: World Cup 2023: મોહમ્મ્દ શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

ભારતે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું

જોકે, ભારતીય કેપ્ટને વીડિયો રેફરલ લીધો હતો, જેમાં ગોલને ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. નેહાએ 46મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ભારત માટે બીજો ગોલ કર્યો હતો. જાપાનને 52મી મિનિટે ગોલ કરવાની તક મળી.

છ ટીમોએ ભાગ લીધો, ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં (Asian Champions Trophy) યજમાન ભારત ઉપરાંત 5 વધુ ટીમોએ પણ ભાગ લીધો હતો. તેમાં ચીન, જાપાન, કોરિયા, મલેશિયા અને થાઈલેન્ડની ટીમો પણ સામેલ હતી. ભારતે ટુર્નામેન્ટ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે જાપાનની ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની મહિલા હોકી ટીમે કોરિયાને 2-1થી હરાવી મેડલ જીત્યો હતો.