Asian Para Games 2023: પ્રાચી યાદવે દેશને પ્રથમ મેડલ અપાવ્યો, વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

Asian Para Games 2023: ચીનના હાંગઝાઉ શહેર ખાતે એશિયન પેરા ગેમ્સ 2023 (Asian Para Games 2023)નો આરંભ થઈ ચુક્યો છે. આ સાથે જ ભારતે સિલ્વર મેડલ સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. ભારતની પ્રાચી યાદવે (Prachi Yadav) મહિલા વીએલ2 વર્ગ કૈનોઈંગમાં પ્રથમ મેડલ મેળવ્યો છે. પ્રાચી યાદવે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.  Prachi Yadavને વડાપ્રધાને […]

Share:

Asian Para Games 2023: ચીનના હાંગઝાઉ શહેર ખાતે એશિયન પેરા ગેમ્સ 2023 (Asian Para Games 2023)નો આરંભ થઈ ચુક્યો છે. આ સાથે જ ભારતે સિલ્વર મેડલ સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. ભારતની પ્રાચી યાદવે (Prachi Yadav) મહિલા વીએલ2 વર્ગ કૈનોઈંગમાં પ્રથમ મેડલ મેળવ્યો છે. પ્રાચી યાદવે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. 

Prachi Yadavને વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

પ્રાચી યાદવે ઉઝબેકિસ્તાનની ઈરોડાખોન રૂસ્તમોવાને આકરી ટક્કર આપી હતી કારણ કે, બંને એથલીટ 1.022 સેકન્ડના સમયથી અલગ થયા હતા. પ્રાચીએ 1:03.47 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો જ્યારે ઈરોડાખોને 1:02.125 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાપાનની સાકી કોમાત્સુએ 1:11.635 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

વધુ વાંચો:  20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય, શમી-વિરાટનું શાનદાર પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ X (ટ્વિટર)ના માધ્યમથી પ્રાચી યાદવને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, “પ્રાચી યાદવે એશિયન પેરા ગેમ્સમાં પ્રથમ મેડલ મેળવીને ભારતીય ખેલના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પૈરા ડોંગી ચાલન મહિલા વીએલ2 ફાઈનલમાં ઉલ્લેખનીય સિલ્વર મેડલ જીતવા બદલ પ્રાચી યાદવને શુભેચ્છાઓ. તેમના અવિશ્વસનીય પ્રદર્શને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.”

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પ્રાચી યાદવની જીતને નારી શક્તિની જીત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. 

Asian Para Games 2023માં પ્રથમ ગોલ્ડ

આ સાથે જ એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ પણ આવી ચુક્યો છે. શૈલેશ કુમારે ભારતને હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પુરૂષોની હાઈ જમ્પ સ્પર્ધામાં મેન્સ હાઈ જમ્પ T-63માં શૈલેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યારે આ પ્રતિયોગિતામાં મરિયપ્પન થંગાવેલુને સિલ્વર મેડલ મળ્યો છે. 

તે સિવાય મેન્સ ક્લબ થ્રો F-51 શ્રેણીમાં ભારતે બીજો ગોલ્ડ પણ જીત્યો છે. ભારતના પ્રણવ સૂરમાને ગોલ્ડ, ધર્મબીરને સિલ્વર અને અમિત સરોહાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. 

વધુ વાંચો: કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની ઈજા અંગે આપી મહત્વની અપડેટ

એશિયન પેરા ગેમ્સમાં ભારતની સૌથી મોટી ટીમ

ઓક્ટોબર 2022માં એશિયન પેરા ગેમ્સ યોજાવાની હતી પરંતુ કોવિડ મહામારીના કારણે તે સ્થગિત થઈ હતી. ત્યારે હવે એક વર્ષના વિલંબ બાદ હાંગઝાઉ ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023 (Asian Para Games 2023)માં ભારતે અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ચીન મોકલી છે. 

ટોક્યો પેરાલમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા અવની લેખરા અને સુમિત અંતિલ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ બંને આ વખતે ગોલ્ડ મેડલના દાવેદાર છે. આ વખતની એશિયન પેરા ગેમ્સમાં ભારતનું લક્ષ્ય 100 મેડલ હાંસલ કરવાનું છે કારણ કે, 2018ની એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ 72 મેડલ પ્રાપ્ત કર્યા હતા જેમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આ વખતે એશિયન પેરા ગેમ્સમાં ભારતના 54માંથી 51 એથલીટ એવા છે જે ટોક્યો પેરાલમ્પિકમાં પણ ઉતર્યા હતા.