Asian Para Gamesમાં111 મેડલ્સ જીતીને ભારતીય પેરા એથલીટ્સે સર્જ્યો ઈતિહાસ

Asian Para Games: ભારતીય પેરા એથલીટ્સે (Indian para athletes) શનિવારના રોજ ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હાંગઝોઉ ખાતે ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં 100મો મેડલ જીત્યો હતો. દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ ભારતને 100મો મેડલ અપાવ્યો હતો. ભારતે પ્રથમ વખત એશિયન પેરા ગેમ્સમાં આટલી મોટી સંખ્યામાં મેડલ્સ મેળવ્યા છે.  […]

Share:

Asian Para Games: ભારતીય પેરા એથલીટ્સે (Indian para athletes) શનિવારના રોજ ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હાંગઝોઉ ખાતે ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં 100મો મેડલ જીત્યો હતો. દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ ભારતને 100મો મેડલ અપાવ્યો હતો. ભારતે પ્રથમ વખત એશિયન પેરા ગેમ્સમાં આટલી મોટી સંખ્યામાં મેડલ્સ મેળવ્યા છે. 

Asian Para Gamesમાં અનેરી સિદ્ધિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય પેરા એથલીટ્સે (Indian para athletes) મેળવેલી અનેરી સિદ્ધિનો આનંદ વ્યક્ત કર્યો હતો. શુક્રવાર સુધીમાં ભારતે 99 મેડલ મેળવ્યા હતા જેમાં 25 ગોલ્ડ મેડલનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ! આ અદ્વિતીય આનંદની ક્ષણ છે. આ સફળતા આપણાં એથલીટ્સની પ્રતિભા, આકરી મહેનત અને દૃઢ સંકલ્પનું પરિણામ છે. આ માઈલસ્ટોન આપણાં હૃદયને અત્યંત ગર્વથી ભરી દે છે.”

આ સાથે જ વડાપ્રધાન મોદીએ આપણાં એથલીટ્સ, કોચ અને તેમના સાથે કામ કરનારી સંપૂર્ણ ટીમનો આભાર માનીને તેમની પ્રશંસા કરી હતી. 

T47 સ્પર્ધામાં ભારતને 100મો મેડલ

દિલીપ મહાદુ ગાવિતે પુરૂષોની 400 મીટર T47 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દિલીપે 49.48 સેકન્ડના શાનદાર સમય સાથે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. ભારતીય પેરા એથલીટ્સે પ્રથમ વખત 100 મેડલ્સ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 

વધુ વાંચો: પીએમ મોદીએ ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું

111 મેડલ્સ સાથે અભિયાનનો અંત

ભારતીય પેરા એથલીટ્સે શનિવારના રોજ ઈતિહાસ રચીને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં પોતાના અભિયાનનો 111 મેડલ્સ સાથે અંત આણ્યો હતો. આ સિદ્ધિ કોઈ પણ મોટી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 

મેડલ્સ ટેલીમાં 5મા સ્થાને ભારત

ભારતીય પેરા એથલીટ્સે 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અગાઉ 23મી સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચાલેલી હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે 107 મેડલ મેળવ્યા હતા. મેડલ્સ ટેલીમાં ભારત 5મા સ્થાને આવી ગયું છે. 

વધુ વાંચો: ભારતે એશિયન પેરા ગેમ્સમાં 96 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

14 મેડલથી 111 મેડલ સુધીની સફર

પ્રથમ વખત 2010માં એશિયન પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જે ચીનના જ ગ્વાંગ્ઝુ શહેર ખાતે યોજાઈ હતી. તે સમયે ભારત 14 મેડલ્સ જીતીને સ્પર્ધામાં 15મા ક્રમે રહ્યું હતું. ત્યાર બાદ 2014ની એશિયન પેરા ગેમ્સમાં ભારત 15મા ક્રમે હતું. 2018માં ભારતીય પેરા એથલીટ્સે (Indian para athletes) શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારત મેડલ ટેલીમાં પ્રથમ વખત ટોપ-10માં આવ્યું હતું. 

2018ની એશિયન પેરા ગેમ્સમાં ભારત 9મા ક્રમે હતું અને આ વખતે ભારતીય પેરા એથલીટ્સે સ્વર્ણિમ ઈતિહાસ લખી 111 મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. સૌથી વધુ મેડલ (55) એથલેટિક્સમાં આવ્યા છે જ્યારે બેડમિન્ટન ખેલાડીઓએ 4 ગોલ્ડ સહિત 21 મેડલ મેળવ્યા છે.