Asian Para Games: 303 ખેલાડીઓ સહિત 446 સદસ્યોની ટીમને રમતગમત મંત્રાલયની મંજૂરી

Asian Para Games: યુવા અને રમતગમત મંત્રાલયે (Sports Ministry) ચીનના હાંગઝાઉ ખાતે 22થી 28મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં ભાગ લેવા માટે 17 રમતોમાં દાવેદારી નોંધાવવા કુલ 303 ખેલાડીઓને મંજૂરી આપી છે.  Asian Para Games માટે ભારતીય ખેલાડીઓ તૈયાર હાંગઝાઉ એશિયન પેરા ગેમ્સ માટે ભારત તરફથી અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે […]

Share:

Asian Para Games: યુવા અને રમતગમત મંત્રાલયે (Sports Ministry) ચીનના હાંગઝાઉ ખાતે 22થી 28મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં ભાગ લેવા માટે 17 રમતોમાં દાવેદારી નોંધાવવા કુલ 303 ખેલાડીઓને મંજૂરી આપી છે. 

Asian Para Games માટે ભારતીય ખેલાડીઓ તૈયાર

હાંગઝાઉ એશિયન પેરા ગેમ્સ માટે ભારત તરફથી અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે 446 સદસ્યો શિરકત આપશે. રમતગમત મંત્રાલયે આ માટે 303 ખેલાડીઓ અને 143 પ્રશિક્ષકો, સપોર્ટ સ્ટાફ અને સહાયકોને મંજૂરી આપી છે. આ રમતમાં કુલ 191 પુરૂષ અને 112 મહિલા ભારતીય ખેલાડીઓ ભાગ લેવાના છે. 

આ વખતે ભારત તરફથી છેલ્લે રમાયેલી જકાર્તા એશિયન પેરા ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા શૂટર મનીષ નરવાલ, તીરંદાજ હરવિંદર સિંહ, પેરા એથલીટ એકતા ભયાન, નારાયણ ઠાકુર બેડમિન્ટન ખેલાડી પારૂલ પરમાર, પ્રમોદ ભગત, તરૂણ ઢિલ્લોં, જેવલિન થ્રોઅર નીરજ યાદવ પણ સહભાગી બનશે. 

વધુ વાંચો: ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થતા સચિને કહ્યું ‘નવા યુગની શરૂઆત’ થઇ

સૌથી વધુ 123 ખેલાડીઓ એથલેટિક્સમાં ઉતરશે

જકાર્તા એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં ભારતે 13 ગેમ્સમાં 190 સદસ્યોવાળા ખેલાડીઓના દળને ઉતાર્યુ હતું પરંતુ આ વખતે સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. ઉપરાંત ભારત 13ની બદલે 17 રમતોમાં દાવેદારી નોંધાવવાનું છે. આ રમતોમાં ભારતીય સ્પર્ધકો પ્રથમ વખત કૈનો, બ્લાઈન્ડ ફુટબોલ, લોન બાઉલ્સ, રોઈંગ અને તાયક્વોંડો સહિતની રમતોમાં ભાગ લેશે.

ભારતે જકાર્તા ખાતેની સ્પર્ધામાં 15 ગોલ્ડ મેડલ સહિત કુલ 72 મેડલ જીત્યા હતા. ત્યારે આ વખતે મેડલ્સની સંખ્યામાં પણ વધારો થશે તેવી આશા છે. આ વખતે સૌથી વધારે 123 ખેલાડીઓ એથલેટિક્સમાં ઉતરશે. 

વધુ વાંચો: મેચને કારણે પુણે છાવણીમાં ફેરવાયું,1,000થી વધુ પોલીસ તૈનાત

ટોક્યો પેરાલમ્પિકના અનેક મેડાલિસ્ટ સામેલ

ભારતીય ટીમમાં ટોક્યો પેરાલમ્પિકના અનેક મેડાલિસ્ટ પણ સામેલ છે. તેમાં જેવલિન થ્રોઅર સુમિત અંતિલ, ડિસ્ક્સ થ્રોઅર યોગેશ કથૂનિયા, હાઈ જમ્પર નિષાદ કુમાર, પ્રવીણ કુમાર, બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર, પ્રમોદ ભગત, મનોજ સરકાર અને આઈએએસ અધિકારી સુહાસ એલવાઈ, તીરંદાજ હરવિંદર સિંહ, નિશાનેબાજ મનીષ નરવાલ, સિંહરાજ અધાના, અવનિ લેખરા, ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ પણ સામેલ છે. 

પ્રશિક્ષકો અને સહાયક કર્મીઓની ભાગીદારી

રમતગમત મંત્રાલયે (Sports Ministry) એથલીટ્સ ઉપરાંત 143 કોચ, એસ્કોર્ટ્સ, અધિકારીઓ અને સહાયક કર્મીઓની ભાગીદારીને પણ મંજૂરી આપી છે. એથલીટ્સને માર્ગદર્શન અને સહાયતા પૂરા પાડવા માટે તેમનું માર્ગદર્શન મહત્વપૂર્ણ છે. તેનાથી ખેલાડીઓ માટે પ્રતિસ્પર્ધા કરવા સર્વોત્તમ પરિસ્થિતિ હોવાનું સુનિશ્ચિત થાય છે.

ચોથી એશિયન પેરા ગેમ્સમાં ભારતની ભાગીદારી રમતોમાં સમાવેશિતાને પ્રોત્સાહન આપવા અને ઉત્કૃષ્ટતાની શોધમાં પેરા એથલીટ્સનું સમર્થન કરવાની દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ મજબૂત ટીમ પેરા સ્પોર્ટિંગ સ્પર્ધાઓમાં નવી ઉંચાઈઓ સર કરવાની ભારતની આકાંક્ષાઓનું પ્રતીક છે.