World Cup 2023: દક્ષિણ આફ્રિકાને 3 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલમાં પહોંચ્યું

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 19 નવેમ્બરે ફાઈનલ રમાશે

Courtesy: Image: Twitter

Share:

 

World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ઈડન ગાર્ડન્સ ખાતે વર્લ્ડ કપ (World Cup 2023)ની બીજી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. દક્ષિણ આફ્રિકા 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ફાઈનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

દક્ષિણ આફ્રિકા પાંચમી વખત World Cup 2023ની સેમિફાઈનલમાં હાર્યું

ગુરુવારે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ 49.4 ઓવરમાં 212 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ મિલરે સૌથી વધુ 101 રન બનાવ્યા હતા. 

 

મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા પાંચમી વખત વર્લ્ડ કપ (World Cup 2023)ની સેમિફાઈનલમાં હાર્યું.

 

બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે માત્ર 48 બોલમાં 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટ્રેવિસ હેડે પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે પણ 18 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 29 રનની તોફાની ઈનિંગ રમી હતી. 

 

આ બંનેએ માત્ર 37 બોલમાં 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયા માટે રન ચેઝને સરળ બનાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે. 

 

જોકે, અંતે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ટીમને જીત તરફ દોરી હતી. સ્ટાર્ક 38 બોલમાં 16 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને કમિન્સ 29 બોલમાં 14 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ODI વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઈનલમાં પહોંચી છે. હવે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાંગારૂ ટીમ ઈન્ડિયા સામે ફાઈનલ મેચ રમશે.

દક્ષિણ આફ્રિકાની શરુઆત ખરાબ રહી હતી

ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે એક રનના સ્કોર પર કેપ્ટન ટેમ્બા બાવુમાની વિકેટ ગુમાવી હતી. તેને પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. ટેમ્બા બાવુમા ખાતું પણ ખોલાવી શક્યા ન હતો. ત્યારબાદ ડિકોક 3 અને ડ્યૂસેન 6 રને આઉટ થયો હતો. જો કે ડેવિડ મિલરે એક છેડો સાચવી 101 રન બનાવી ટીમને સન્માન જનક સ્કોરે પહોંચાડી હતી.

ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ભારત સામે ટકરાશે

ઓસ્ટ્રેલિયા હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે 19 નવેમ્બરે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની ફાઈનલ મેચમાં ભારત સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચી છે. ક્રિકેટ ચાહકોને બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે.