બાબર આઝમે એશિયા કપ પહેલા વિરાટ કોહલીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ભારતના સ્ટાર વિરાટ કોહલી દ્વારા કરવામાં આવેલા વખાણથી ખુશ થયા હતા અને અને વિરાટ કોહલીએ કરેલી પ્રશંશા પર એશિયા કપ પહેલા પ્રતિક્રિયા આપી હતી. વિરાટ કોહલીએ ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં બાબર આઝમની પ્રશંસા વ્યક્ત કરી હતી અને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી હતી. વિરાટ કોહલીએ […]

Share:

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ભારતના સ્ટાર વિરાટ કોહલી દ્વારા કરવામાં આવેલા વખાણથી ખુશ થયા હતા અને અને વિરાટ કોહલીએ કરેલી પ્રશંશા પર એશિયા કપ પહેલા પ્રતિક્રિયા આપી હતી. વિરાટ કોહલીએ ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં બાબર આઝમની પ્રશંસા વ્યક્ત કરી હતી અને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી હતી.

વિરાટ કોહલીએ બાબર આઝમની પ્રશંસા કરી હતી 

વિરાટ કોહલીએ કહ્યું હતું, “મેં પ્રથમ દિવસથી બાબર આઝમ તરફથી ઘણો આદર જોયો હતો અને તે બદલાયો નથી. એ હકીકત હોવા છતાં કે તે કદાચ તમામ ફોર્મેટમાં વિશ્વનો ટોચનો બેટ્સમેન છે, તે સતત અને યોગ્ય રીતે પ્રદર્શન કરી રહ્યો છે. બાબર આઝમની પાસે અદ્ભુત પ્રતિભા છે અને મને હંમેશા તેને રમતા જોવાની મજા આવે છે.”

બાબર આઝમે એશિયા કપ પહેલા વિરાટ કોહલીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી અને તેની રમત પર વિરાટ કોહલીના પ્રભાવની ચર્ચા કરી હતી.

વિરાટ કોહલીએ જે કહ્યું તેનાથી ગર્વ થયો – બાબર આઝમ

બાબર આઝમે કહ્યું, “તે ખુબ સારું લાગે છે. જ્યારે કોઈ તમારા વિશે આ રીતે વાત કરે છે. અને વિરાટ કોહલીએ જે કહ્યું તેનાથી મને ખૂબ જ ગર્વ અને આનંદ થયો છે. આવી પ્રશંસા તમને આત્મવિશ્વાસ આપે છે. 2019માં જ્યારે હું વિરાટ કોહલીને મળ્યો ત્યારે તે તેની ટોચ પર હતો. તે હજુ પણ તેની ટોચ પર છે. હું તેની રમતમાંથી કંઈક શીખવા માંગતો હતો અને હું તેની પાસેથી ઘણું શીખ્યો. તેણે મારા બધા પ્રશ્નોની વિગતવાર સમજૂતી આપી. તેણે  મને મદદ કરી હતી.

બંને બેટ્સમેનોએ વર્ષોથી ODI ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બાબર આઝમ, જેની સૌથી તાજેતરની ઈનિંગ નેપાળ સામે મેચ વિનિંગ 151 હતી, તેના નામ પર 5353 રન સાથે ફોર્મેટમાં 59.47ની એવરેજ છે. તેના નામે 19 ODI સદી છે, જે ફોર્મેટમાં પાકિસ્તાન માટે બીજી સૌથી વધુ સદી છે. 

બીજી તરફ વિરાટ કોહલીના 57.32ની એવરેજથી 12898 રન છે. તેના નામે 46 ODI સદી છે, જે ફોર્મેટના ઈતિહાસમાં બીજી સૌથી વધુ સદી છે. 

વિરાટ કોહલીએ કહ્યું, “મને ODI ક્રિકેટ રમવાનું પસંદ છે. મને લાગે છે કે ODI ક્રિકેટ એક એવું ફોર્મેટ છે જે તમારી રમતની સંપૂર્ણ કસોટી કરે છે. તમારી ટેકનિક, તમારો સંયમ, પરિસ્થિતિ અને રમતના જુદા જુદા તબક્કામાં જુદી જુદી રીતે રમવું. તેથી મને લાગે છે કે તે એક બેટ્સમેન તરીકે તમારી સંપૂર્ણ કસોટી કરે છે, તેથી જ મને લાગે છે કે ODI ક્રિકેટેમાં મેં હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, કારણ કે હું તે પડકારને સ્વીકારવા અને મારી ટીમને જીતવામાં મદદ કરવા માટે પરિસ્થિતિ અનુસાર રમવાનું પસંદ કરું છું.