બાબર આઝમ World Cup 2023 બાદ પાકિસ્તાનની કેપ્ટિનશિપ છોડશે! જાણો સમગ્ર વિગત

ભારતમાં ચાલી રહેલા ODI વર્લ્ડ કપ (World Cup 2023)માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તે સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. પાકિસ્તાને અત્યાર સુધી 8 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી છે. ત્યારે હવે, પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ વર્લ્ડ કપ બાદ પોતાની કેપ્ટનશિપ પરથી રાજીનામું આપશે.

Courtesy: Image: Twitter

Share:

 

World Cup 2023: ભારતમાં ચાલી રહેલા ODI વર્લ્ડ કપ (World Cup 2023)માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તે સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. પાકિસ્તાને અત્યાર સુધી 8 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી છે. જો કે આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ વર્લ્ડ કપ બાદ પોતાની કેપ્ટનશિપ પરથી રાજીનામું આપશે.

World Cup 2023 બાદ બાબર આઝમ સુકાની પદેથી રાજીનામું આપશે

અહેવાલો અનુસાર, બાબર આઝમે તેના નજીકના લોકો અને પાકિસ્તાન ટીમના પૂર્વ ખેલાડી રમીઝ રાજા સાથે તેની કેપ્ટનશિપ વિશે વાત કરી છે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બાબર આઝમ પોતાના નજીકના લોકોની સલાહ લીધા બાદ જ કેપ્ટનશિપ છોડશે કે નહીં તે નક્કી કરશે. જો કે, તેની નજીકના કેટલાક લોકોએ તેને રમતના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટિનશિપ છોડવાનું કહ્યું છે. 

 

વર્લ્ડ કપ (World Cup 2023)માં ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા બાબર આઝમને પૂછવામાં આવ્યું કે તે તેની કેપ્ટનશિપ અંગે ક્યારે નિર્ણય લેશે. તેના પર તેણે કહ્યું, "જેમ મેં કહ્યું તેમ એકવાર અમે પાકિસ્તાન પાછા જઈશું અથવા આ મેચ પૂરી થઈ જશે, પછી હું કેપ્ટનશિપ અંગે નિર્ણય લઈશ. પરંતુ અત્યારે હું માત્ર મેચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું." 

 

ભારત, ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ અફઘાનિસ્તાન સામેની હાર બાદ બાબર આઝમની તેના દેશમાં ઘણી ટીકા થઈ હતી. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ તેને સુકાની પદ પરથી હટાવવાની માંગ કરી હતી.   

 

બાબર આઝમે એ વાતનો પણ ઈનકાર કર્યો હતો કે વર્લ્ડ કપ (World Cup 2023)માં કેપ્ટનશિપની જવાબદારીની તેના ફોર્મ પર અસર પડી છે. બાબર આઝમે કહ્યું, "હું છેલ્લા ત્રણ વર્ષથી કેપ્ટનશિપ કરી રહ્યો છું અને મને ક્યારેય એવું લાગ્યું નથી. મારે વર્લ્ડ કપમાં જે રીતે પ્રદર્શન કરવું જોઈએ એ રીતે થયું નથી, એટલા માટે લોકો કહે છે કે હું દબાણમાં છું. હું કોઈ દબાણમાં નથી. અગાઉ કેપ્ટન હોવાની સાથે મેં સારું પ્રદર્શન કર્યું છે." 

 

બાબર આઝમે વધુમાં કહ્યું કે હું મેચની પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરું છું. ક્યારેક સંજોગો અમને મુક્તપણે રમવા દેતા નથી. ભારતમાં દરેક સ્થળની અલગ-અલગ પરિસ્થિતિ હોય છે. અમે પ્રથમ વખત ભારતની મુલાકાત લઈ રહ્યા છીએ અને સંજોગો વિશે વધુ જાણતા નથી. 

 

બાબર આઝમે વર્લ્ડ કપ (World Cup 2023)માંમાં અત્યાર સુધીમાં આઠ ઈનિંગ્સમાં માત્ર 282 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદીનો  સમાવેશ થાય છે. પાકિસ્તાનની ટીમને ટોપ ઓર્ડરના બેટ્સમેનના ખરાબ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે.  

Tags :