“ખરાબ નસીબ કે પછી તમે રાહુલ માટે…” શ્રેયસ ઐયર ફરી ઈજાગ્રસ્ત થયા બાદ હરભજને NCAને લીધું આડેહાથ

આ વર્ષે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઘાયલ થયા બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા શ્રેયસ ઐયરે એશિયા કપ દ્વારા મેદાનમાં વાપસી કરી હતી. જોકે ટુર્નામેન્ટના 2 મુકાબલા રમ્યા બાદ શ્રૈયસ ઐયર ફરી ઘાયલ થઈને ટીમમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન સામેની સુપર-4 મેચ દરમિયાન શ્રૈયસ ઐયરને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને કેએલ […]

Share:

આ વર્ષે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઘાયલ થયા બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા શ્રેયસ ઐયરે એશિયા કપ દ્વારા મેદાનમાં વાપસી કરી હતી. જોકે ટુર્નામેન્ટના 2 મુકાબલા રમ્યા બાદ શ્રૈયસ ઐયર ફરી ઘાયલ થઈને ટીમમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન સામેની સુપર-4 મેચ દરમિયાન શ્રૈયસ ઐયરને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને કેએલ રાહુલને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. તેવામાં શ્રેયસ ઐયરને ફિટ જાહેર કરનારી NCA સામે દિગ્ગજ ક્રિકેટર્સે સવાલ કર્યા છે. 

શ્રૈયસ ઐયર પીઠમાં દુઃખાવાના કારણે પાકિસ્તાન સામેની એશિયા કપ સુપર-4 મેચમાં ન રમ્યો. શ્રેયસ ઐયરનું નામ ટીમ શીટમાં હતું પરંતુ ટોસ પહેલા વોર્મ-અપ દરમિયાન શ્રેયસ ઐયરે પીઠમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેણે મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું અને તેના સ્થાને ઈજામાંથી બેઠા થઈ ટીમ ઈન્ડિયામાં પરત ફરેલો કેએલ રાહુલ રમ્યો હતો. 

વર્લ્ડ કપના મહિના પહેલા શ્રેયસ ઐયરને ફરી પીઠમાં દુઃખાવો થયો તે ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટડી સમાન છે કારણ કે, તે પીઠની સર્જરીના કારણે જ 5-6 મહિના ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો હતો અને એશિયા કપમાં 2 મેચ રમ્યા બાદ શ્રેયસ ઐયર ફરી ઈજાગ્રસ્ત થયો છે.

હરભજન સિંહે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

શ્રૈયસ ઐયર અચાનક ઈજાગ્રસ્ત થયો તેને લઈ હરભજન સિંહે ખૂબ મહત્વનું નિવેદન આપ્યું છે. પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું હતું કે, “ગેમમાં ઈન્જરી થતી રહે છે પણ આટલી હદે ઈજા થવી એ ક્યાંક તમારૂં નસીબ ખરાબ છે અથવા પછી તમે હકીકતમાં કેએલ રાહુલ માટે ટીમમાં જગ્યા બનાવી રહ્યા હતા. 

મને લાગે છે કે, શ્રેયસ ઐયર અત્યારે ઘવાયો એટલે કેએલ રાહુલ માટે અનેક બાબતો ઠેકાણે પડી જશે. ચોક્કસથી કોઈ ઘાયલ થવા નથી ઈચ્છતું પણ આ જે તક છે તે કેએલ રાહુલ માટે બહુ ખાસ તક છે. આ ખૂબ ચિંતાજનક છે કે ખેલાડીઓ વારંવાર ઘાયલ થઈ રહ્યા છે અને તેનું મુખ્ય કારણ તેમની ટ્રેઈનિંગ છે. માટે NCAએ આ સવાલનો જવાબ આપવો જોઈએ કારણ કે, ખેલાડીઓ ત્યાં જ જાય છે અને રિહેબ અને ટ્રેઈનિંગ મેળવે છે.”

સુનીલ ગાવસ્કરે આ મામલે કહ્યું હતું કે, આ નિશ્ચિતરૂપે ચિંતાનો વિષય છે. જો કોઈ ખેલાડી ઈજાના કારણે 5-6 મહિના બહાર રહે અને વર્લ્ડ કપના એક મહિના પહેલા ફરી આમ બને તો ચોક્કસથી ચિંતાનો વિષય છે. આ સાથે જ સુનીલ ગાવસ્કરે શ્રેયસ ઐયરના રિપ્લેસમેન્ટની વાત પણ કરી હતી.