World Cup 2023: ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, ઈંગ્લેન્ડ-શ્રીલંકા સામેની મેચમાંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડયા

World Cup 2023: વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થયો હતો અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈજાને કારણે હાર્દિક પંડયા (Hardik Pandya)નો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ BCCIએ માહિતી આપી હતી કે તે 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની મેચમાં જોડાશે. પરંતુ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. […]

Share:

World Cup 2023: વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થયો હતો અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈજાને કારણે હાર્દિક પંડયા (Hardik Pandya)નો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ BCCIએ માહિતી આપી હતી કે તે 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની મેચમાં જોડાશે. પરંતુ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડયા ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની ભારતની આગામી બે વર્લ્ડ કપ મેચમાંથી બહાર થઈ શકે છે. 

પડી જવાને કારણે તેની ઘૂંટીમાં સોજો આવી ગયો 

પુણેમાં વર્લ્ડ કપ (World Cup 2023)ની બાંગ્લાદેશ સામેની મેચમાં તેના ફોલો-થ્રુમાં ફ્લિપ થયા બાદ હાર્દિક પંડયા મેદાનની બહાર નીકળી ગયો હતો. તેણે મેચમાં માત્ર ત્રણ બોલ ફેંક્યા હતા અને તે ઓવર પૂરી કરી શક્યો ન હતો અને વિરાટ કોહલીએ તેની ઓવર પૂરી કરી હતી. હાર્દિક પંડયા (Hardik Pandya)ને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો, જેમાં કોઈ મોટી વાત સામે આવી ન હતી. પરંતુ પડી જવાને કારણે તેની ઘૂંટીમાં સોજો આવી ગયો હતો. જેને કારણે તે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ ચૂકી ગયો હતો.

વધુ વાંચો: હાર્દિક પંડ્યા ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામે નહીં રમી શકે!

સપ્તાહના અંતે જ બોલિંગ કરવાનું શરૂ કરશે

એક અહેવાલ અનુસાર, હાર્દિક પંડયા (Hardik Pandya) હજુ પણ સારવાર હેઠળ છે. તેના ડાબા પગની ઘૂંટીમાં સોજોઓછો થઈ ગયો છે, પરંતુ તે સપ્તાહના અંતે જ બોલિંગ કરવાનું શરૂ કરશે. મેડિકલ ટીમે બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેના સ્વસ્થ થવાની રાહ જોવી પડશે.  ભારત વર્લ્ડ કપ (World Cup 2023)ની અત્યાર સુધીની પાંચેય મેચો જીતીને સેમિફાઈનલમાં પહોંચવા માટે ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોવાથી, હાર્દિક પંડયાને આગામી બે મેચો માટે આરામ આપવામાં આવી શકે છે, જે તેને નોક-આઉટ પહેલા સંપૂર્ણ સ્વસ્થ થવામાં મદદ કરશે.

હાર્દિક પંડયાના પગમાં ઈજા આવી છે પરંતુ ફ્રેક્ચર થયું નથી

BCCIના એક સ્રોતે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “હાર્દિક પંડયા (Hardik Pandya)ના પગમાં ઈજા આવી છે પરંતુ સદનસીબે ફ્રેક્ચર થયું નથી. BCCIની મેડિકલ ટીમ મહત્તમ સાવચેતી રાખવા માંગે છે. તે આગામી બેથી ત્રણ મેચો ચૂકી જાય તેવી શક્યતા છે. ટીમ ઈચ્છે છે કે તે નોક-આઉટ તબક્કા માટે સંપૂર્ણ રીતે ફિટ થઈને વાપસી કરે.”  

વધુ વાંચો: 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય, શમી-વિરાટનું શાનદાર પ્રદર્શન

World Cup 2023 માટે ભારતની ટીમમાં હાર્દિક પંડયા મુખ્ય ખેલાડી

વર્લ્ડ કપ (World Cup 2023) માટે ભારતની ટીમમાં હાર્દિક પંડયા મુખ્ય ખેલાડી છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતને હાર્દિક પંડયાને બદલે બે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાના હતા. જેમાં સૂર્યકુમાર યાદવ છઠ્ઠા નંબર પર બેટ્સમેન તરીકે જ્યારે શાર્દુલ ઠાકુરને બદલે મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા હતા. મોહમ્મદ શમીએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પાંચ વિકેટ લીધી હતી. હવે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની મેચ માટે રવિચંદ્રન અશ્વિનને તક આપી શકે છે. ભારતે તેની આગામી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે 29 ઓક્ટોબરે લખનઉમાં અને 2 નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે રમવાની છે.