ભારતીય ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર તરીકે ડ્રીમ 11ની જાહેરાત કરાઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તેના ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્પોન્સરને બદલતા ટીમ ઇન્ડિયા જર્સી પર હવેથી નવા લોગો જોવા મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, Dream 11એ ત્રણ વર્ષના કરાર મુજબ ટીમ ઈન્ડિયાની જર્સીના મુખ્ય સ્પોન્સરશિપ રાઈટ્સ 358 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ મહિલા અને પુરુષ બંનેની જર્સીના મુખ્ય સ્પોન્સર તરીકે હવે ફેન્ટસી […]

Share:

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તેના ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્પોન્સરને બદલતા ટીમ ઇન્ડિયા જર્સી પર હવેથી નવા લોગો જોવા મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, Dream 11એ ત્રણ વર્ષના કરાર મુજબ ટીમ ઈન્ડિયાની જર્સીના મુખ્ય સ્પોન્સરશિપ રાઈટ્સ 358 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમ મહિલા અને પુરુષ બંનેની જર્સીના મુખ્ય સ્પોન્સર તરીકે હવે ફેન્ટસી ગેમિંગ એપ Dream 11 રહેશે. અગાઉ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન મુખ્ય સ્પોન્સર બાયઝુ કંપની હતી. ભારતીય ટીમને સ્પોન્સર કરનાર કંપની દરેક મેચદીઠ નક્કી કરેલ રકમ બીસીસીઆઇને ચૂકવતી હોય છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 1 જૂને, ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ Dream11ને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્પોન્સર તરીકે પસંદગી કરી છે. Dream11એ BYJU’Sની જગ્યા લીધી જેનો કોન્ટ્રાક્ટ આ વર્ષની શરૂઆતમાં માર્ચ મહિનામાં સમાપ્ત થયો હતો. દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIએ Dream 11ને સ્પોન્સર તરીકેની પસંદગી ત્રણ વર્ષ માટે આપી છે.

12 જુલાઈથી ડોમિનિકાના રોસેઉના વિન્ડસર પાર્કની પ્રારંભિક ટેસ્ટમાં ભારતીય ટીમ Dream 11ના લોગો સાથેની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે, 2023-25ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે મેચની ટેસ્ટ શ્રેણીના ભાગ રૂપે બે મેચ વેસ્ટ ઈન્ડિઝ ખાતે રમાશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ રોજર બિન્નીએ Dream 11ને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, હું Dream 11ને મુખ્ય સ્પોન્સર તરીકે આવકારું છું. સોદો મુખ્યત્વે વન-ડેને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ જુગલબંધી ક્રિકેટ તથા ભારતીય ફેન્સના ક્રિકેટ મનોરંજનને નિખારશે. તેમણે ઉમેર્યું કે, આ વર્ષના અંતમાં ભારતમાં ICC વર્લ્ડ કપની યજમાનીની તૈયારી કરાઇ રહી છે ત્યારે પ્રશંસકોના અનુભવોને સર્વશ્રેષ્ઠ બનાવવો એ જ અમારી પ્રાથમિકતા છે.

Dream 11ના સહ-સ્થાપક અને સીઇઓ હર્ષ જૈને જણાવ્યું હતું કે, Dream 11 ઘણા લાંબા સમયથી ટીમ ઈન્ડિયા અને બીસીસીઆઈ સાથે જોડાયેલી છે અને હવે તે તેમના જોડાણને નવા સ્તરે આગળ સુધી લઈ જવા ઉત્સાહી છે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય ટીમ માટે મુખ્ય સ્પોન્સર બનવું અમારા માટે ગર્વની વાત છે. તેમજ અમે ભારતીય સ્પોર્ટ્સના ઇકોસિસ્ટમને સમર્થન આપવાનું ચાલુ રાખવા આતુર છીએ.

વર્ષ 2019માં Oppoને રિપ્લેસ કરીને રાષ્ટ્રીય ટીમના સ્પોન્સરનું સ્થાન BYJU’Sએ મેળવ્યું હતું. BYJU’Sએ 2022 સુધી ત્રણ વર્ષ માટેનાં કરાર પર હસ્તાક્ષર કર્યા. લર્નિંગ એપ્લિકેશન BYJU’Sએ તેનો કરાર 2023 સુધી લંબાવ્યો, જેનું સ્થાન હવે Dream 11, વિશ્વભરના સૌથી લોકપ્રિય ફેન્ટસી પ્લેટફોર્મ લઈ રહી છે.