BCCI રણજી ટ્રોફી ટુર્નામેન્ટ જીતનારને રૂ. 5 કરોડ અપાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ તેની સ્થાનિક ધોરણે રમાતી રણજી ટ્રોફીટુર્નામેન્ટ માટે આપતી ઇનામી રકમમાં વધારો કર્યો છે.  આ વર્ષે આ ટુર્નામેન્ટ  જીતનારને રૂ. 5 કરોડ અપાશે. અગાઉ આ રકમ રૂ. 2 કરોડ હતી. BCCIએ રણજી ટ્રોફી સહિત કુલ 8 સિનિયર ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કર્યો છે. જેમાં 6 મેન્સ અને 2 […]

Share:

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ તેની સ્થાનિક ધોરણે રમાતી રણજી ટ્રોફીટુર્નામેન્ટ માટે આપતી ઇનામી રકમમાં વધારો કર્યો છે.  આ વર્ષે આ ટુર્નામેન્ટ 

જીતનારને રૂ. 5 કરોડ અપાશે. અગાઉ આ રકમ રૂ. 2 કરોડ હતી. BCCIએ રણજી ટ્રોફી સહિત કુલ 8 સિનિયર ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કર્યો છે. જેમાં 6 મેન્સ અને 2 વુમન્સ ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે.

ડોમેસ્ટિક સિઝન દુલિપ ટ્રોફી ટુર્નામેન્ટ 28 જૂન 2023 થી શરૂ થઈ રહી છે  જ્યારે રણજી ટ્રોફી આગામી વર્ષે જાન્યુઆરી 2024માં રમાશે. દુલીપ ટ્રોફી છ ઝોનલ ટીમ વચ્ચે રમાશે. તે પછી દેવધર ટ્રોફી (લિસ્ટ એ) 24 જુલાઈથી 3 ઓગસ્ટ, ઈરાની કપ 1 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી અને વિજય હજારે ટ્રોફી 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી રમાશે.

BCCIએ રવિવારે સ્થાનિક ટૂર્નામેન્ટ માટે ઈનામી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી જેમાં રણજી ટ્રોફીના વિજેતાઓને આ વર્ષે રૂ. 5 કરોડના રોકડ પુરસ્કાર પ્રાપ્ત થશે.

નવા પગાર માળખા અનુસાર, રણજી ટ્રોફીના વિજેતાઓને, જેમને હાલમાં રૂ. 2 કરોડ મળે છે, તેમને રૂ. 5 કરોડ મળશે, જ્યારે ઉપવિજેતા અને હારેલા સેમીફાઇનલને અનુક્રમે રૂ. 3 કરોડ અને રૂ. 1 કરોડ મળશે.

BCCIના સેક્રેટરી જય શાહે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “તમામ BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે ઈનામી રકમમાં વધારો કરવાની જાહેરાત કરતા મને આનંદ થાય છે.”

તેમણે એમ પણ જણાવ્યું કે અમી સ્થાનિક ધોરણે રમાતા ક્રિકેટમાં રોકાણ ચાલુ રાખીશું કારણકે તે આપણાં ભારતીય ક્રિકેટની કરોડરજ્જુ સમાન છે. સિનિયર મહિલા વિજેતાઓને રૂ. 50 લાખ (6 લાખમાંથી) મળશે.”

ઈરાની કપ જીતનાર માટે પણ રોકડ ઇનામની રકમ ડબલ કરાઇ છે જેમાં, વિજેતાઓને રૂ. 25 લાખને બદલે હવે રૂ. 50 લાખ મળશે  અને જ્યારે ઉપવિજેતા ટીમને હાલમાં કોઈ રોકડ ઈનામ મળતું નથી, તેઓને હવેથી 25 લાખ મળશે.

દુલીપ ટ્રોફીમાં, ચેમ્પિયનને 1 કરોડ રૂપિયા અને રનર્સ-અપ ટીમને 50 લાખ રૂપિયા મળશે, જ્યારે વિજય હજારે ટ્રોફીની વિજેતાને હવે 1 કરોડ રૂપિયા અને બીજા ક્રમે આવનાર ટીમને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.

દેવધર ટ્રોફીના વિજેતાઓને 40 લાખ રૂપિયા અને હારનાર ફાઇનલિસ્ટને 20 લાખ રૂપિયા મળશે. તેવી જ રીતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ચેમ્પિયનને 80 લાખ અને હારનાર ટીમને 40 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.