World Cup 2023: હાર્દિક પંડયા વર્લ્ડ કપમાંથી બહાર થતા BCCIએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન નિયુક્ત કર્યો 

World Cup 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના પગમાં ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ (KL Rahul)ની નિમણૂક કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ગઈકાલે હાર્દિક પંડયાના વર્લ્ડ કપમાંથી બહાર થવાની પુષ્ટિ કરી હતી.   કેએલ રાહુલ World Cup 2023ની […]

Share:

World Cup 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના પગમાં ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ (KL Rahul)ની નિમણૂક કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ગઈકાલે હાર્દિક પંડયાના વર્લ્ડ કપમાંથી બહાર થવાની પુષ્ટિ કરી હતી.  

કેએલ રાહુલ World Cup 2023ની બાકીની મેચો માટે વાઈસ કેપ્ટન નિયુક્ત થયો  

ગયા મહિને હાર્દિક પંડયાને પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે તે નોકઆઉટ માટે પરત ફરશે. પરંતુ તે સ્વસ્થ ન થવાને કારણે વર્લ્ડ કપ (World Cup 2023)માંથી બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ BCCIએ કેએલ રાહુલને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

ICCએ શનિવારે પુષ્ટિ કરી હતી કે હાર્દિક પંડયા વર્લ્ડ કપ (World Cup 2023)માંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડયાને BCCIએ વાઈસ કેપ્ટન બનાવ્યો હતો. હવે ઈજાને કારણે હાર્દિક પંડયા બાકીની મેચ રમી શકશે નહીં. હાર્દિક પંડયાને બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજા થઈ હતી. BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ રોહિત શર્માના ડેપ્યુટીના રૂપમાં કેએલ રાહુલના નામ પર મહોર લગાવી છે. 

વધુ વાંચો… ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, Hardik Pandya વર્લ્ડ કપમાંથી થયો બહાર

BCCIના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું, “BCCIએ વર્લ્ડ કપના બાકીના સમય માટે કેએલ રાહુલ (KL Rahul)ને ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. તેની શનિવારે સવારે સિનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજીત અગરકર દ્વારા જાણ કરવામાં આવી હતી, જેઓ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા હતા.”

કેએલ રાહુલ હવે વાઈસ કેપ્ટન તરીકે બોલરો અને બેટ્સમેનોની તમામ ટીમ મીટિંગમાં હાજરી આપશે અને તમામ મુખ્ય નિર્ણયોમાં ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની સલાહ લેવામાં આવશે. 

કેએલ રાહુલ (KL Rahul)ને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપનો અનુભવ છે. કેએલ રાહુલે 9 ODI મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાને 6 જીત અને 3 હાર મળી છે.  

વર્લ્ડ કપ (World Cup 2023)માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત 7 મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ આઠમી મેચમાં આજે હવે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં રમાશે. ભારતીય ટીમ 7 મેચમાં 14 ટેબલ પોઈન્ટમાં ટોપ પર છે. જ્યારે સાઉથ આફ્રિકા પણ સતત સારૂ પ્રદર્શન કરી રહી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.