Belgium vs Sweden: બ્રુસેલ્સમાં સ્વીડનના 2 નાગરિકની હત્યા બાદ ફુટબોલ મેચ રદ્દ

Belgium vs Sweden: બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ ખાતે સ્વીડનના 2 નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે સાંજે બેલ્જિયમ-સ્વીડન (Belgium vs Sweden) વચ્ચે ફુટબોલની મેચ (Football match) યોજાવાની હતી.  Belgium vs Sweden મેચ રદ્દ બ્રુસેલ્સ ખાતે બેલ્જિયમ અને સ્વીડન વચ્ચે યોજાનારી ફુટબોલ મેચ પહેલા જ 2 સ્વીડિશ ફેનની આતંકવાદીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. […]

Share:

Belgium vs Sweden: બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ ખાતે સ્વીડનના 2 નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે સાંજે બેલ્જિયમ-સ્વીડન (Belgium vs Sweden) વચ્ચે ફુટબોલની મેચ (Football match) યોજાવાની હતી. 

Belgium vs Sweden મેચ રદ્દ

બ્રુસેલ્સ ખાતે બેલ્જિયમ અને સ્વીડન વચ્ચે યોજાનારી ફુટબોલ મેચ પહેલા જ 2 સ્વીડિશ ફેનની આતંકવાદીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ કારણે ફુટબોલ યુરો 2024 ક્વોલિફાયર મેચને હાફ ટાઈમ પર જ સસ્પેન્ડ કરી દેવી પડી હતી. આ ઉપરાંત મેચના રસિકોને સુરક્ષાના કારણોસર સ્ટેડિયમમાં જ રાખવામાં આવ્યા હતા. 

વધુ વાંચો: Cristiano Ronaldo: ઈરાને ફટકારી 99 કોરડાની સજા, જાણો કારણ

બેલ્જિયમની રાજધાની ખાતે આવેલા કિંગ બાઉડોઈન સ્ટેડિયમમાં દર્શકોને મેદાનની અંદર જ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી અને ખેલાડીઓ સેકન્ડ હાફ માટે પાછા નહીં આવે તેમ જણાવાયું હતું. UEFAની સત્તાવાર વેબસાઈટ પર જણાવાયું હતું કે, બ્રુસેલ્સ ખાતેના શંકાસ્પદ આતંકવાદી હુમલા બાદ બંને ટીમ અને પોલીસ સાથે પરામર્શ કરીને બેલ્જિયમ-સ્વીડન (Belgium vs Sweden) UEFA EURO 2024 ક્વોલિફાઈંગ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બેલ્જિયમના વડાપ્રધાને આતંકવાદી ઘટના ગણાવી

સ્વીડિશ ફુટબોલ એસોસિએશને બેલ્જિયન પોલીસ દ્વારા સ્વીડિશ ટીમના સમર્થકોને સ્ટેડિયમમાં રહેવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. બેલ્જિયન વડાપ્રધાને આ ઘટનાને આતંકવાદી ઘટના ગણાવી હતી. ઉપરાંત મીડિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી તે બંને વ્યક્તિએ સ્વીડનની નેશનલ ટીમની જર્સી પહેરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 

બેલ્જિયમના વડાપ્રધાન એલેકઝાન્ડર ડી ક્રૂએ ટ્વિટમાં લખ્યું હતું કે, જે લોકો પર હુમલો કરવામાં આવ્યો તે બંને સ્વીડિશ હતા. કથિત હુમલાખોરે પોતાનું નામ અબ્દેસલેમ અલ ગુઈલાની જણાવ્યું હતું અને પોતે અલ્લાહ માટે લડતો હોવાનું કહ્યું હતું. ઉપરાંત તેણે પીડિતોની સંખ્યા 3 હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

પોલીસે ફુટબોલ મેચ (Football match) પહેલા આ પ્રકારે હત્યાને અંજામ આપનારા ટ્યૂનીશિયાઈ ચરમપંથીને ઠાર મારીને તેની પાસે રહેલા હથિયાર કબજામાં લીધા છે. આતંકવાદી હુમલાના અપરાધી 45 વર્ષીય અબ્દેસલેમને શૈરબીક પાસેના એક કેફેમાં ગોળી મારવામાં આવી હતી. 

વધુ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ઉર્વશી રૌતેલાનો ગોલ્ડ આઇફોન ખોવાયો

હત્યાનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં નારંગી ફ્લોરોસેન્ટ બનિયાન પહેરેલી એક વ્યક્તિ સ્કૂટર પર આવે છે અને હથિયાર કાઢીને ટેક્સીમાંથી બહાર નીકળી રહેલા લોકો પર ગોળીબાર કરે છે. બંનેએ સ્વીડનની ફુટબોલ ટીમની જર્સી પહેરેલી હતી. આરોપીએ હત્યા માટે તેમનો એક બિલ્ડિંગ સુધી પીછો કર્યો હતો. 

આ હુમલામાં 60 અને 70 વર્ષની ઉંમરના 2 પુરૂષોના મોત થયા હતા અને 70 વર્ષથી વધારે ઉંમરની અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. સ્વીડનમાં રહેતા ઈરાની રેફ્યુજી દ્વારા કુરાન સળગાવવામાં આવી હતી. ત્યાર બાદ ઈસ્લામિક આતંકવાદી સંગઠન દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. હુમલાખોરે પોતે ISISનો સદસ્ય હોવાનું જણાવ્યું હતું અને ઓનલાઈન વીડિયો પોસ્ટ કરીને હુમલાની જવાબદારી સ્વીકારી હતી.