Hardik Pandyaના રમવાને લઈને સામે આવી અપડેટ, જાણો ક્યારથી કરશે કમબેક

Hardik Pandya: ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના વર્લ્ડ કપ (World Cup 2023)માં પરત ફરવાને ફરવાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. તે અગાઉ બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન પુણેમાં પગની ઘૂંટીમાં ઈજાને કારણે ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સામે અને રવિવારે લખનઉમાં ઈંગ્લેન્ડ સામેની ભારતની વર્લ્ડ કપ 2023ની મેચો ચૂકી ગયો હતો. ત્યારે હવે હાર્દિક પંડયા સેમિફાઈનલમાં પરત ફરી શકે […]

Share:

Hardik Pandya: ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના વર્લ્ડ કપ (World Cup 2023)માં પરત ફરવાને ફરવાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. તે અગાઉ બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન પુણેમાં પગની ઘૂંટીમાં ઈજાને કારણે ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સામે અને રવિવારે લખનઉમાં ઈંગ્લેન્ડ સામેની ભારતની વર્લ્ડ કપ 2023ની મેચો ચૂકી ગયો હતો. ત્યારે હવે હાર્દિક પંડયા સેમિફાઈનલમાં પરત ફરી શકે છે.

બાંગ્લાદેશ સામેની મેચ બાદ BCCIએ જણાવ્યું હતું કે હાર્દિક પંડયા (Hardik Pandya) ભારત માટે આગામી મેચ રમશે નહીં પરંતુ લખનઉમાં ફરી ટીમ સાથે જોડાશે. જો કે, તે સ્વસ્થ થયો ન હોવાથી ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમી શક્યો ન હતો.

વધુ વાંચો: Virat Kohli ડક પર આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં કાઢ્યો ગુસ્સો

Hardik Pandyaએ ઘૂંટણમાં ઈજાને કારણે બ્રેક લીધો હતો

 મળતી માહિતી અનુસાર, ડાબા પગની ઘૂંટીમાં થયેલી ઈજા બાદ હવે હાર્દિક પુનરાગમન કરી શકે તેવી શક્યતાઓ છે. ક્રિકેટનેક્સ્ટ અનુસાર, હાર્દિક પંડયાની ઈજામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે અને NCA ખાતે મેડિકલ ટીમની સાવચેતી હેઠળ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “હાર્દિક પંડયા NCAમાં પહેલેથી જ બે નેટ સેશન્સ કરી ચૂક્યો છે, તે BCCIની તબીબી ટીમની સતત દેખરેખ હેઠળ છે અને સ્વસ્થ થઈ રહ્યો છે.” જો કે, હાર્દિક પંડયાના વર્લ્ડ કપ (World Cup 2023)માં પુનરાગમનની કોઈ ચોક્કસ તારીખ સામે આવી નથી, પરંતુ ભારતનું આ વર્લ્ડ કપમાં ટોપ ફોર્મ સ્થાન નિશ્ચિત હોવાથી ટીમ મેનેજમેન્ટ તેના પુનરાગમનને સરળ બનાવી શકે છે.

ટીમ ઈન્ડિયાની આગામી મેચ 2 નવેમ્બરે શ્રીલંકા સામે રમાવાની છે. હાર્દિક પંડયા (Hardik Pandya)ની ઈજાના કારણે મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી અને તેણે 2 મેચમાં 9 વિકેટ લઈને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડયા (Hardik PandyHardik Pandyaના રમવાને લઈને સામે આવી અપડેટ, જાણો ક્યારથી કરશે કમબેકa)ને લઈને કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, હાર્દિક પંડયા સેમિફાઈનલમાં રમતા જોવા મળી શકે છે. તે હાલમાં NCA, બેંગલુરુમાં છે. હાર્દિક પંડયા બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેણે NCAમાં ઘણા નેટ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન BCCIની મેડિકલ ટીમ સતત તેના પર નજર રાખી રહી છે.  

વધુ વાંચો: Irfan Pathanએ જસપ્રીત બુમરાહને ગણાવ્યો વિશ્વનો સૌથી સ્કીલફુલ બોલર

વર્લ્ડ કપ (World Cup 2023)માં ભારતીય ટીમ તેની આગામી ત્રણ મેચ મુંબઈમાં શ્રીલંકા સામે, કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે અને બેંગલુરુમાં નેધરલેન્ડ સામે રમશે. હાર્દિક પંડયા નેધરલેન્ડ્સ સામેની છેલ્લી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે.

નોંધનીય છે કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ચેન્નાઈથી લખનઉ સુધી ખૂબ સારું પ્રદર્શન કર્યું  છે અને 12 પોઈન્ટ સાથે ટોપ પર છે. ત્યારબાદ બીજા નંબરે 10 પોઈન્ટ સાથે સાઉથ આફ્રિકા છે અને ત્રીજા અને ચોથા સ્થાને 8 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા છે.