બોક્સર મેરી કોમની દેશવાસીઓને અપીલ: રમતોને જીવનનો એક ભાગ બનાવો

ભારતના ગ્લોબલ સ્પોર્ટ્સ આઇકોન, 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર MC મેરી કોમ અને રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ દેશવાસીઓને રમત-ગમતને અપનાવવા અને નિયમિત ફિટનેસની પ્રવૃત્તિમાં જોડાવવા વિનંતી કરી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં બાળકો અને પુખ્ત વયના લોકોમાં રમતગમત અને ફિટનેટ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની પ્રેરણાનો અભાવ છે, એવો ઉલ્લેખ થયો છે. PUMA ઇન્ડિયા […]

Share:

ભારતના ગ્લોબલ સ્પોર્ટ્સ આઇકોન, 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર MC મેરી કોમ અને રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ દેશવાસીઓને રમત-ગમતને અપનાવવા અને નિયમિત ફિટનેસની પ્રવૃત્તિમાં જોડાવવા વિનંતી કરી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં બાળકો અને પુખ્ત વયના લોકોમાં રમતગમત અને ફિટનેટ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની પ્રેરણાનો અભાવ છે, એવો ઉલ્લેખ થયો છે.

PUMA ઇન્ડિયા અને એનાલિટિક્સ ફર્મ નીલ્સન સ્પોર્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલમાં જાણવા મળે છે કે, જીવનશૈલી તરીકે રમત-ગમત અને ફિટનેસને અનુસરવાની પ્રવૃતિમાં પ્રેરણાનો અભાવ હોવાનું લોકોએ જણાવ્યું છે. બાળકો અને પુખ્ત વયના લોકોએ રમત-ગમત અને ફિટનેટ પ્રવૃત્તિઓમાં પ્રેરણાના અભાવને પ્રાથમિક અવરોધ તરીકે ગણાવ્યાં છે, આ સિવાય સુવિધાઓનો અભાવ અને ઊંચી ફી પણ એક મોટો પડકાર છે જ.

વર્લ્ડ ચેમ્પિયન બોક્સર MC મેરી કોમે શું કહ્યું?

રિપોર્ટના તારણો અને PUMAના ‘લેટ ધેર બી સ્પોર્ટ્સ’ ઝુંબેશ પર પોતાના વિચારો વ્યક્ત કરતા મેરી કોમે કહ્યુ કે, રમત-ગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓ લોકોની સુખાકારી માટે મહત્વપૂર્ણ છે, પછી ભલે તમે ગમે એટલી ઉંમરના હોવ. ખેલ-ફિટનેટ તમારી ઉંમર સાથે મગજની શક્તિને વેગ આપે છે. આપણે જે વ્યસ્ત જીવન જીવીએ છીએ એને જોતા મને લાગે છે કે ખેલ એ આપણી દૈનિક ક્રિયાનો એક ભાગ હોવો જોઈએ. હું દરેક ભારતીયને ફિટ રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછી એક રમત રમવા માટે સમજાવું છું અને પ્રોત્સાહિત પણ કરું છું. આ માટે હું PUMA સાથે મળીને કામ કરીશ. જેમની ઝુંબેશ અને રમત-ગમતને સમર્થન આપવા માટે મારી ક્ષમતામાં રહેલું હું બધું જ આપીશ.

ફૂટબોલ સુપરસ્ટાર સુનિલ છેત્રીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા

ખેલને મહત્વ આપતા ફૂટબોલ સુપરસ્ટાર સુનિલ છેત્રીએ કહ્યું કે, જે દિવસથી આપણે ગણિત, વિજ્ઞાન, ભૂગોળ અને રમત-ગમતને એક સમાન ગણીશું, ત્યારથી આપણામાં એક પરિવર્તન દેખાશે. આપણે રમત-ગમતને એક નક્કર વિષયની જેમ માનવો જોઇએ. જે ચારિત્રનું નિર્માણ કરે છે, જીતવા માટે નહીં તો ફિટ રહેવા માટે, પણ રમત તો રમો જ. જે દરેક વખતે તમને કોઈને કોઈ બોધપાઠ શીખવશે જ. જોકે, કોઈ પાઠ્યપુસ્તકથી આવું ક્યારેય નહીં બની શકે.

PUMAની ‘લેટ ધેર બી સ્પોર્ટ્સ’ ઝુંબેશ

PUMA-Nielsenનો સ્પોર્ટ્સ સર્વે 16 શહેરોમાં હાથ ધરાયો હતો, જેમાં 18-65 વર્ષની વયના 4280 લોકો સામેલ હતાં. આ રિપોર્ટ રમત-ગમતમાં બાળકોની ભાગીદારી અથવા વસ્તી વિષયક બાબતો પર ભાર મુકાયો હતો. PUMA ઇન્ડિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલીએ જણાવ્યું કે, PUMA દ્વારા ‘લેટ ધેર બી સ્પોર્ટ્સ’ના મથાળા હેઠળ નવું અભિયાન શરૂ કરાયું છે. જેમાં ચાલુ વર્ષે ખેલ અમારી પ્રાથમિકતા રહેશે. અમે રમત-ગમત અને ફિટનેસને જીવન કૌશલ્ય તરીકે પ્રોત્સાહિત કરીશું અને પ્રોત્સાહન આપીશું.