એશિયન ગેમ્સમાં બોક્સર નિખત ઝરીને તામ થી ગુયેનને 5-0થી હરાવી, 27મી સપ્ટેમ્બરે આગામી મુકાબલો

ભારતની બે વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીને પોતાની પ્રથમ એશિયન ગેમ્સ સ્પર્ધા દરમિયાન મહિલાઓના 50 કિગ્રા ભાર વર્ગના રાઉન્ડ 32 મુકાબલામાં રવિવારના રોજ વિયેતનામની થી તામ થી ગુયેન સામે 5-0 પોઈન્ટ્સની શાનદાર જીત મેળવી ઉત્સાહજનક આરંભ કર્યો છે.  2021 અને 2023માં વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી અને 2022માં બર્મિંગહામ ખાતેની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગોલ્ડ મેડલ […]

Share:

ભારતની બે વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીને પોતાની પ્રથમ એશિયન ગેમ્સ સ્પર્ધા દરમિયાન મહિલાઓના 50 કિગ્રા ભાર વર્ગના રાઉન્ડ 32 મુકાબલામાં રવિવારના રોજ વિયેતનામની થી તામ થી ગુયેન સામે 5-0 પોઈન્ટ્સની શાનદાર જીત મેળવી ઉત્સાહજનક આરંભ કર્યો છે. 

2021 અને 2023માં વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી અને 2022માં બર્મિંગહામ ખાતેની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગોલ્ડ મેડલ જીતનારી નિખત ઝરીનને વિયેતનામની બોક્સર તામ થી ગુયેન દ્વારા આકરી ટક્કર મળશે તેવી આશા હતી કારણ કે, નિખત ઝરીને આ વર્ષે માર્ચ મહિના દરમિયાન યોજાયેલી વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં તેને હરાવી હતી. 

મજબૂત ઈરાદા સાથે રિંગમાં ઉતરી નિખત ઝરીન

ભારતીય બોક્સર નિખત ઝરીન ખૂબ જ મજબૂત ઈરાદા સાથે રિંગમાં ઉતરી હતી અને તેણે 2 વખતની એશિયન ચેમ્પિયન તામ થી ગુયેનને જોરદાર ટક્કર આપીને તમામ 5 જજના કાર્ડ પર મેચ જીતી લીધી હતી. નિખત ઝરીને પહેલા રાઉન્ડમાં પંચનો એક કોમ્બો લગાવ્યો હતો જેથી રેફરીએ તેની પ્રતિદ્વંદી તામ થી ગુયેનને 8 પોઈન્ટનું કાઉન્ટિંગ આપ્યું હતું. ફરી શરૂ થયાની અમુક સેકન્ડમાં જ નિખત ઝરીને ફરી એક વખત મુક્કો માર્યો હતો અને રેફરી તેને વધુ 8 વખત કાઉન્ટ આપવા માટે મજબૂર બન્યા હતા. 

તામ થી ગુયેનનું નબળું પ્રદર્શન

વિયેતનામની બોક્સર તામ થી ગુયેનને પહેલા તબક્કામાં ચેતવણીની સાથે એક પોઈન્ટ લોસનો સામનો કરવો પડ્યો હતો. તામ થી ગુયેને બીજા રાઉન્ડમાં કમબેક માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ નિખત ઝરીને સારો બચાવ કરીને તે રાઉન્ડ પણ જીતી લીધો હતો. સતત બે રાઉન્ડમાં હાર બાદ તામ થી ગુયેન માટે પોતાની ભારતીય પ્રતિદ્વંદીને હરાવવા પ્રયત્ન કરવાની એકમાત્ર તક હતી અને તેણે જોર લગાવ્યું પરંતુ નિખત ઝરીન પોતાના બચાવમાં સફળ રહી અને આખરે તમામ 5 જજ પાસેથી પૂરા 30 પોઈન્ટ મેળવી લીધા હતા. આ સાથે જ તેલંગાણાના નિઝામાબાદની 25 વર્ષીય નિખત ઝરીને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. 

27મી સપ્ટેમ્બરે આગામી મુકાબલો

ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે નિખત ઝરીનનો આગામી મુકાબલો 27મી સપ્ટેમ્બરે દક્ષિણ કોરિયાની ચોરોંગ બાક સામે થશે. કોરિયન ખેલાડી ડ્રોમાં સેકન્ડ પ્રેફરન્સ મેળવનારી ખેલાડી છે. આ પહેલા મહિલાઓના 54 કિગ્રા ભાર વર્ગમાં ભારતની પ્રીતિએ જોર્ડનની સિલિના અલહસનાતને હરાવી હતી. રેફરીએ ત્રીજા તબક્કામાં 0.23 સેકન્ડ પહેલા મુકાબલો અટકાવ્યો ત્યારે પ્રીતિએ મેચ પર સંપૂર્ણ દબદબો મેળવી લીધો હતો અને તમામ 5 જજની સ્વીકૃતિ મેળવી લીધી હતી. આગામી 30 સપ્ટેમ્બરના રોજ પ્રીતિનો આગામી મુકાબલો 3 વખતની વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ટોપ પ્રેફરન્સ મેળવનારી કઝાકિસ્તાનની જૈના શેકેરબેકોવા સામે હશે.