IND vs NZ: શું 20 વર્ષ બાદ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવી શકશે?

IND vs NZ: ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા સતત સારું પ્રદર્શન કરી રહી છે અને ટીમે તેની પ્રથમ 4 મેચ જીતી લીધી છે. આજે ભારત ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા છેલ્લા 20 વર્ષથી ન્યૂઝીલેન્ડ સામે જીતી શકી નથી. ભારતે 2003માં ODI વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ […]

Share:

IND vs NZ: ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા સતત સારું પ્રદર્શન કરી રહી છે અને ટીમે તેની પ્રથમ 4 મેચ જીતી લીધી છે. આજે ભારત ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા છેલ્લા 20 વર્ષથી ન્યૂઝીલેન્ડ સામે જીતી શકી નથી. ભારતે 2003માં ODI વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે જીતી હતી. 

2019 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં હાર બાદ, ન્યુઝીલેન્ડે ભારત (IND vs NZ)ને પ્રથમ વખતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ હરાવ્યું હતું. આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે.

વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ભારતનું પ્રદર્શનસારું રહ્યું છે, જેમાં ટીમે બેટિંગ અને બોલિંગ કૌશલ્યનું જબરદસ્ત સંયોજન દર્શાવ્યું છે. બંને ટીમો વર્લ્ડ કપ 2023માં એકેય મેચ હારી નથી. 

વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય બેટિંગ જબરદસ્ત રહી છે. રોહતિ શર્મા હાલમાં 265 રન સાથે આ યાદીમાં ટોપ પર છે, ત્યારબાદ વિરાટ કોહલીએ 259 રન બનાવ્યા છે.

વધુ વાંચો… World Cup 2023: કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની ઈજા અંગે આપી મહત્વની અપડેટ

બોલિંગ મોરચે ભારતનું પ્રદર્શન પણ એટલું જ પ્રશંસનીય રહ્યું છે. પેસ આક્રમણની આગેવાની જસપ્રીત બુમરાહ કરી રહ્યો છે, જેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 10 વિકેટ ઝડપી છે. ભારતના સ્પિનરો, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ન્યૂઝીલેન્ડની ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન અત્યાર સુધી વર્લ્ડ કપમાં મોટાભાગે રમ્યો ન હોવા છતાં, ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન પણ અત્યાર સુધી વર્લ્ડ કપમાં સારું રહ્યું છે. 

IPLમાં શાનદાર રેકોર્ડ ધરાવનાર ડેવોન કોનવે ટોપ ફોર્મમાં છે અને તેને ટોચના ક્રમમાં વિલ યંગ અને રચિન રવિન્દ્રનું સમર્થન મળ્યું છે. ગ્લેન ફિલિપ્સ અને ટોમ લાથમ અફઘાનિસ્તાન સામેની મેચમાં ફોર્મમાં હતા.

વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ)ની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 9 મેચ રમાઈ છે. તેમાંથી ન્યુઝીલેન્ડની ટીમે 5 વખત જીત મેળવી છે જ્યારે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને 3 વખત હરાવવામાં સફળ રહી છે અને એક મેચ અનિર્ણિત રહી હતી ભારતે અત્યાર સુધી 1987ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને 16 રને હરાવ્યું હતું, ત્યારબાદ તે જ વર્લ્ડ કપમાં ભારતે ફરીથી ન્યુઝીલેન્ડની ટીમને 9 વિકેટે હરાવ્યું હતું અને ત્યારબાદ 2003માં ભારતે આ ટીમ સામે જીત મેળવી હતી.

ભારતનો એકમાત્ર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. હાર્દિક ન્યૂઝીલેન્ડ સામે (IND vs NZ)ની મેચમાં રમી શકશે નહીં. તેના ન રમી શકવાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. આવી સ્થિતિમાં જો સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન પણ રમી શકશે નહીં તો ભારત માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી મુશ્કેલ બની જશે.