લોકોને ગમતી કેન્ડી ક્રશ ગેમ હાલમાં ટ્રેન્ડિંગ

કેન્ડી ક્રશ ગેમ લોકોને આકર્ષે છે એન તેમાંથી એમ. એસ. ધોની પણ બાકાત નથી. હાલમાં જ તે ફ્લાઇટમાં કેન્ડી ક્રશ રમતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તમે કઈ ઉંમરના છો તેનાથી કોઈ ફરક પડતો નથી, કેન્ડી ક્રશ એ એવી ગેમ શ્રેણી છે જે દરેકને આકર્ષે છે. આ ગેમ તમને પડકારજનક લેવલ પૂરું કરવા માટે […]

Share:

કેન્ડી ક્રશ ગેમ લોકોને આકર્ષે છે એન તેમાંથી એમ. એસ. ધોની પણ બાકાત નથી. હાલમાં જ તે ફ્લાઇટમાં કેન્ડી ક્રશ રમતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તમે કઈ ઉંમરના છો તેનાથી કોઈ ફરક પડતો નથી, કેન્ડી ક્રશ એ એવી ગેમ શ્રેણી છે જે દરેકને આકર્ષે છે. આ ગેમ તમને પડકારજનક લેવલ પૂરું કરવા માટે કલાકો સુધી મોબાઈલ સ્ક્રીન સાથે જકડી રાખવા સક્ષમ છે. 

મોબાઇલમાં લોકો અનેક ગેમ રમતા હોય છે તેમાં કેન્ડી ક્રશનું અલગ જ આકર્ષણ છે  અને આ વિડીયો જોઈ એમ લાગે કે આમાં કોઈ બાકાત નથી. ક્રિકેટર એમ. એસ. ધોની પણ નવરાશના સમયમાં તેને રમવાની મજા લે છે. લોકો તેમના માનીતા કલાકારો હોય કે ક્રિકેટર તેઓ શું કરતાં હોય છે તેની પર નજર રાખતા હોય છે. અને આ વિડીયો  સોશિયલ મીડિયા પર મૂકાતા જ વાયરલ થતાં  ટ્રેન્ડિંગ થયો હતો. વીડિયોમાં ભૂતપૂર્વ ભારતીય સુકાની ફ્લાઇટમાં કેન્ડી ક્રશ રમી રહ્યો છે.

એમ. એસ. ધોની જ્યારે ઈન્ડિગોની ફ્લાઇટમાં હતો ત્યારે કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યો હતો. અને અપેક્ષા પ્રમાણે જ આ વિડિયોએ ધૂમ મચાવી છે. હેશટેગ કેન્ડી ક્રશ એ એમ. એસ. ધોની સાથે ટ્વિટર ટ્રેન્ડ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. 

વાયરલ થયેલા વિડિયોમાં એર હોસ્ટેસ ઘણી બધી ચોકલેટ અને મીઠાઈ સાથે ધોની પાસે જાય છે અને એક વિચારશીલ નોટ આપતી નજરે પડે છે. આ વિડિયોમાં ધોની તેના ટેબલેટ પર કેન્ડી ક્રશ ગેમ રમતો ઝડપાય છે. 

આ વિડીયો વાયરલ થતા અનેક લોકોએ ધોની વિશે જાત જાતની પ્રશંસાજનક  કોમેન્ટ પણ કરી છે. જેમકે, આટલો મોટો માણસ ઈકોનોમી ક્લાસમાં તથા તે હીરો છે, તે રમે છે પણ કેન્ડી ક્રશ અને ખાય છે પણ કેન્ડી જેવી અનેક કોમેન્ટ છે.

IPL 2023ની ફાઇનલ જીતીને તેમણે લોકોનો વધુ પ્રેમ અને આદર મેળવ્યો છે.  ધોનીએ 10મી વાર ફાઈનલ મેચમાં રમતા તથા 5મી વાર ટીમને ચેમ્પિયન બનાવી છે. IPL 2023ની સિઝનને ધોનીએ જીતી લીધી છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વાર ચેમ્પિયન બનાવ્યુ છે. તે હાલમાં જ તેની પગની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો, અને સારવાર લીધી હતી.